<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd October 2024

આજે 22 ઓક્ટોબરના મહત્વના સમાચારો વાંચો ફટાફટ

દિવસભરના મોટા અને મહત્વના સમાચાર જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે અકિલા ની વેબસાઈટ સતત રિફ્રેશ કરતા રહો

નરેન્દ્રભાઈ અને સ્પેનિશ વડાપ્રધાન ૨૮ ઑક્ટોબરે વડોદરામાં
વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી, સ્પેનિશ વડાપ્રધાન ૨૮ ઑક્ટોબરે વડોદરામાં ભારતની પ્રથમ સી - ૨૯૫ એરક્રાફ્ટ પાદર માટે ફાઇનલ એસેમ્બલી લાઇનનું ઉદ્ઘાટન કરશે

અદાણી ગ્રીન એનર્જીના ચોખ્ખા નફામાં ૩૯% વધારો થયો
અદાણી ગ્રીન એનર્જી કવાર્ટર-૨ ના પરિણામો જાહેર : ચોખ્ખો નફો લગભગ ૩૯% વધીને રૂ. ૫૧૫ કરોડ થયો. આ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વધીને રૂ. ૩,૩૭૬ કરોડ થઈ છે જે એક વર્ષ અગાઉના આ જ ગાળામાં રૂ. ૨,૫૮૯ કરોડ હતી.

બોમ્બે હાઈકોર્ટે પોલીસ ઓફિસર સચિન વાઝેને જામીન આપ્યા
બોમ્બે હાઈકોર્ટે ભૂતપૂર્વ મદદનીશ પોલીસ નિરીક્ષક સચિન વાઝેને જામીન આપ્યા છે, જેમણે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખને સંડોવતા ભ્રષ્ટાચારના કેસમાં પોતાની કથિત ગેરકાનૂની અટકાયતને પડકારી હતી.

હવાની નબળી ગુણવત્તાને કારણે ૧૦ શહેરોમાં વાર્ષિક ૩૩ હજાર મોત
હવાની અતિ નબળી ગુણવત્તાને કારણે ૧૦ શહેરોમાં વાર્ષિક ૩૩ હજાર મૃત્યુ થાય છે: નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે નોંધ લીધી..

વાવાઝોડું 'દાના' ત્રાટકે છે: કાલથી ચાર દિવસ સ્કુલોમાં રજા
ચક્રવાતી તોફાન 'દાના' ને જોતા, દક્ષિણ ૨૪ પરગણા, ઉત્તર ૨૪ પરગણા, પૂર્વા મેદિનીપુર, પશ્ચિમ મેદિનીપુર, ઝારગ્રામ, બાંકુરા, હુગલી, હાવડા અને કોલકાતાના જિલ્લાઓમાં ૨૩ ઓક્ટોબરથી ૨૬ ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે: પશ્ચિમ બંગાળ સરકાર

માધવી પુરી બુચને કોઈ ક્લીન ચીટ અપાયેલ નથી: આવા અહેવાલો ખોટા છે: નાણા મંત્રાલય
નાણા મંત્રાલયે સેબીના વડા માધવી પુરી બુચને તપાસ બાદ ક્લીન ચિટ અપાયા પ્રસિદ્ધ થયેલા દાવાને રદિયો આપ્યો: આ અહેવાલને 'હકીકતમાં ખોટો' ગણાવ્યો. ટોચના સરકારી સૂત્રોને ટાંકીને ઈન્ડિયા ટુડેએ સેબીના વડાને ક્લીનચીટ આપવામાં આવી હોવાના અહેવાલ પછી આ સ્પષ્ટતા આવી છે.

ત્રણ મહિનામાં અનરજિસ્ટર્ડ સલાહકારો સાથેના કરારો સમાપ્ત કરો: સેબીનો આદેશ
સેબીએ તમામ નિયમનકારી - રેગ્યુલેટેડ સંસ્થાઓને ત્રણ મહિનાની અંદર અનરજિસ્ટર્ડ સલાહકારો સાથેના કરારો સમાપ્ત કરવા કહ્યું

ભારતે ચોથી અણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ સબમરીન લોન્ચ કરી
ભારતે વિશાખાપટ્ટનમમાં તેની ચોથી પરમાણુ સંચાલિત બેલિસ્ટિક મિસાઈલ (એસએસબીએન) સબમરીન લોન્ચ કરી.

ઈન્ડસ ટાવર્સમાં ભારતી એરટેલની ટકાવારી શેરહોલ્ડિંગમાં ૫૦% થી વધુ વધારો કરવાની મંજૂરી
સીસીઆઈએ ઈન્ડસ ટાવર્સમાં ભારતી એરટેલની ટકાવારી શેરહોલ્ડિંગમાં ૫૦% થી વધુ વધારો કરવાની મંજૂરી આપી..

બીએસએનએલના ટેરિફમાં વધારો નહીં થાય
સીએમડી કહે છે કે બીએસએનએલ નજીકના ભવિષ્યમાં ટેરિફમાં વધારો કરશે નહીં

કાલથી વરસાદ ઘટી જશે: ૨૯ સુધી સૂકું હવામાન રહેશે
ગુજરાતમાં આવતીકાલે બુધવારથી વરસાદ ઓછો થવાની શક્યતા;  હવામાન ખાતાએ ૨૯ ઓક્ટોબર સુધી સૂકા હવામાનની આગાહી કરેલ છે

ચીન સાથે પેટ્રોલિંગ અંગે કરારની જાહેરાતના પગલે હવે ચીને પણ આ ડેવલોપમેન્ટની પુષ્ટિ કરી
ભારતે પૂર્વ લદ્દાખમાં લાઈન ઑફ કંટ્રોલ ઉપર પેટ્રોલિંગ અંગે ચીન સાથે કરારની જાહેરાત કર્યાના એક દિવસ પછી, ચીને આ ડેવલોપમેન્ટની પુષ્ટિ કરી છે. ભારત અને ચીન વચ્ચે ચીન વચ્ચે આ ક્ષેત્રમાં ચાલી રહેલ લશ્કરી મડાગાંઠ ઉકેલવાનો માર્ગ મોકળો કરી શકે છે.

અભિષેક ગુપ્તા  લેન્સ કાર્ટ સાથે સીઈઓ તરીકે જોડાયા
"ઓયો" ના ભૂતપૂર્વ વડા અભિષેક ગુપ્તા  લેન્સ કાર્ટ સાથે સીઈઓ તરીકે જોડાયા..

મુંબઈ પોલીસ દ્વારા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની પૂછપરછ: પોકસો હેઠળ ગુન્હો નોંધાયો છે: ગુરુવારે ફરી પૂછપરછ
મુંબઈ પોલીસે ફિલ્મ નિર્માતા એકતા કપૂર અને તેની માતા શોભા કપૂરની પૂછપરછ કરી, જેમની પર એએલટી બાલાજીની વેબ સિરીઝ 'ગંદી બાત'ના એક એપિસોડમાં સગીર છોકરીઓને સંડોવતા અયોગ્ય દ્રશ્યો દર્શાવવા બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. મુંબઈ પોલીસે એકતા કપૂર, શોભા કપૂર અને એએલટી બાલાજી કંપની વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે.  તેમને ૨૪ ઓક્ટોબરે ફરીથી પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને એક દિવસ માટે સસ્પેન્ડ કરવાનો ભાજપનો પ્રસ્તાવ મંજૂર
વકફ (સુધારા) બિલ પરની સંસદીય સમિતિએ ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીને પેનલના અધ્યક્ષ જગદંબિકા પાલ માટે અજુગતા શબ્દોનો ઉપયોગ કરવા બદલ એક દિવસ માટે સસ્પેન્ડ કરવાના ભાજપના સાંસદ નિશિકાંત દુબેના પ્રસ્તાવ ઉપર ૮  વિરુદ્ધ ૮ મતે મતદાન કર્યું હતું.  તેમણે
કાચની બોટલ તોડી જગદંબિકા પાલ ઉપર ફેંકી હતી.

સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટા ગાબડા: રોકાણકારોના ૧૦ લાખ કરોડનું ધોવાણ થયું
સેન્સેક્સ ૯૩૦.૫૫ પોઈન્ટ ઘટીને ૮૦૨૨૦.૭૨ પર સેટલ થયો; નિફ્ટી ૩૦૯ પોઈન્ટ ઘટીને ૨૪૪૭૨.૧૦ પર બંધ થયેલ.છે. બેન્ચમાર્ક સૂચકાંકો બે મહિનાની નીચી સપાટીએ બંધ થતાં રોકાણકારોને વેપારમાં લગભગ રૂ. ૧૦ લાખ કરોડનું નુકસાન થાય છે.

(11:21 PM IST)