<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રાત્રે સોના અને ચાંદીમાં જબરજસ્ત ઉછાળો:સોનુ 80968ના ઐતિહસિક સ્તરે :ચાંદી 1 લાખ 2100 પર ઉછાળા સાથે બંધ

ચાંદી ભાવમાં એક જ દિવસમાં 3100 નો તોતિંગ વધારો : ધનતેરસ પહેલા બુલિયન માર્કેટમાં ભડકો

નવી દિલ્હી :દિલ્હી બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. મંગળવારે સોનું 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું હતું. ચાંદી 1 લાખ રૂપિયા પ્રતિ કિલોની ઉપર પહોંચી ગઈ છે.

ચાંદી દિવાળી પહેલા રોકેટ બની ગઈ છે. દિલ્હી બુલિયન માર્કેટમાં તે પ્રથમ વખત રૂ. 1 લાખ પ્રતિ કિલોના મનોવૈજ્ઞાનિક સ્તરને પાર કરી ગયો હતો. મંગળવારે સોનું રૂ. 350 વધીને રૂ. 81,000 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું.ચાંદીની કિંમત રૂ. 1,500 ઉછળીને રૂ. 1 લાખ પ્રતિ કિલોને પાર કરી ગઈ હતી

 .દરમિયાન રાત્રે ચાંદી મોટા ઉછાળા સાથે  1 લાખ 2100 પર બંધ રહી હતી આજે એક જ દિવસમાં ચાંદીના ભાવમાં 350ઓ જેટલો તોતિંગ ઉછાળો જોવા મળ્યો હતો 

(12:42 AM IST)