<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ગામ લોકોએ પ્રેમી પંખીડાંને પકડયાં અને લગ્ન કરાવી દીધાં

પટણા,તા. ૨૩: બિહારના જમુઈમાં શરદપૂનમની રાતે જબરો લગ્ન સમારંભ યોજાયો હતો. જિલ્લાના એક ગામના શંભુ ઠાકુરના દીકરા રંજન અને પાસેના ગામમાં રહેતા વિનોદ ઠાકુરની દીકરી રીતુ ઘણા સમયથી પ્રેમમાં હતાં. શરદપૂનમે બન્ને નદીકિનારે છુપાઈને બેઠાં હતાં. જોકે ગામના લોકો ત્‍યાં પહોંચી ગયા અને બન્નેને પકડી પાડ્‍યા. લોકોએ પરાણે એ બન્નેને પરણાવી દીધાં. લોકોએ રંજન પાસે પરાણે રીતુના માથામાં સેંથો પુરાવ્‍યો હતો અને ધમકાવ્‍યો પણ ખરો, ‘તું રીતુને દુખી કરશે તો માર પડશે.'

(10:03 AM IST)