News of Wednesday, 23rd October 2024
ફલાઈટમાં વિન્ડો સીટને લઈ ચાર લોકોએ એક પેસેન્જરને ધોઈ નાખ્યો
મુંબઈ જતી ફલાઈટમાં કેટલાક પેસેન્જર્સ વચ્ચે વિન્ડો સીટને લઈને બબાલ

મુંબઇ,તા. ૨૩: ફલાઈટમાં લડાઈ ઝઘડાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં મુંબઈ જતી ફલાઈટમાં કેટલાક પેસેન્જર્સ વચ્ચે વિન્ડો સીટને લઈને બબાલ થઈ ગઈ હતી. તેમના વચ્ચે મારપીટ થઈ હતી અને પછી મામલો એટલો બિચક્યો કે ક્રૂ મેમ્બર્સે વચ્ચે પડવાની નોબત આવી હતી. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા કેટલાક પેસેન્જર્સ વચ્ચે સીટને લઈને વિવાદ થયો પછી બોલાચાલી થઈ અને અપશબ્દોની આપ લે થઈ. એટલે ગુસ્સામાં એક આખુ ચાર લોકોનું ટોળુ આવ્યું અને અન્ય એક પેસેન્જરને ફટકારવા લાગ્યા હતા.
એક પેસેન્જર ફલાઈટમાં પોતાની સીટ છોડીને બીજાની વિન્ડો સીટ પર બેસી ગયો હતો. આ સમયે જેની રિઝર્વ વિન્ડો સીટ હતી તે ત્યાં નહોતો હાજર. બાદમાં જયારે તે વ્યક્તિ હાજર થયો તો બંને વચ્ચે બોલાચાલી થઈ ગઈ હતી. એકબીજા સાથેની વાતો એટલી બધી વધી ગઈ કે ન પૂછો વાત. ધીમે ધીમે સ્થિતિ બેકાબૂ બની અને ચાર લોકોએ મળીને આ વિન્ડો સીટવાળા પેસેન્જરને પકડીને ફટકાર્યો હતો. તેમને થપ્પડો અને મુક્કાઓ મારવાનું શરૂ કરી દીધું હતું.
ફલાઈટના ક્રૂ મેમ્બર્સે સ્થિતિને સંભાળવાની કોશિશ કરી હતી. પરંતુ આ ચાર લોકોનું ગ્રુપ કશું જ સાંભળવા માટે તૈયાર નહોતું. એર હોસ્ટેસે પણ તેમની પાસે આવીને પેસેન્જર્સને શાંત કરવા માટે પ્રયત્નો કર્યા હતા પરંતુ આ લોકો પેસેન્જરને ફટકારતા જ રહ્યા હતા. હવે ફલાઈટના ક્રૂને પછી જાહેરાત કરવી પડી કે તમામ યાત્રીઓ પોતાની સીટ પર બેસી જાય અને આ મારામારી ન કરે. જોકે આવી જાહેરાત થઈ હોવા છતા પણ બબાલ ચાલુ જ રહી હતી. સીટને લઈને ટ્રેન અને મેટ્રોમાં જ બબાલો થતી હતી પરંતુ હવે ધીમે ધીમે ફલાઈટમાં પણ લડાઈ થવા લાગી છે. અનેક સમસ્યાથી એવિએશન ઈન્ડસ્ટ્રી પીડિત છે તેમાં આ નવો પડકાર સામે આવી ગયો છે.
વીડિયો પર લોકોએ રિએક્ટ કર્યોઆ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ પર એક યૂઝરે શેર કર્યો હતો. આ વીડિયોમાં શેર કરનાર વ્યક્તિએ દાવો કર્યો હતો કે આ લોકો વચ્ચે વિન્ડો સીટને લઈને વિવાદ થયો હતો. આ વીડિયોને હજારો વ્યૂ મળી ચૂક્યા છે. જેમાં લોકો પોત પોતાનો મત પણ રજૂ કરી રહ્યા છે. જયાં એક યૂઝરે કમેન્ટ કરીને કહ્યુ કે આ પેસેન્જર્સને હવે ફલાઈટમાં મુસાફરી કરવાની અનુમતિ ન આપવી જોઈએ. આ એકદમ અસ્વીકાર્ય છે. બીજા વ્યક્તિએ લખ્યું કે લોકો નવા નવા અમીર બને છે ત્યારે આવી ઘટનાઓ બનતી હોય છે. ત્રીજાએ લખ્યું કે આવા ઝઘડાઓ કોણ રેકોર્ડ કરે ભાઈ લોકો પોતાના કામથી કામ રાખે એમાજ ભલાઈ છે.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
