News of Wednesday, 23rd October 2024
હે...રેલવેમાં પણ દંડલૂંટઃ એક ટીસીને રોજ ૮૦૦૦ વસૂલવાનો લક્ષ્યાંક
૨૦૦ કરોડના લક્ષ્યાંકમાં ૫૦ ટકા મુંબઈ ડિવિઝનને ફાળે

મુંબઇ,તા. ૨૩: જો તમે પヘમિ રેલવેની કોઈપણ ટ્રેનમાં ટિકિટ વગર યાત્રા કરશો તો સમજો તમારું આવી બનશે. કેમકે, પヘમિ રેલવેના કમર્શિયલ વિભાગે ટિકિટ વગર યાત્રા કરનારા મુસાફરોને વીલી વીણીને તેઓની પાસેથી સખ્તાઈથી દંડ વસૂલવા ફરમાન જારી કરાયું છે.
આ માટે ટિકિટ ચેકરોને વાર્ષિક ૨૦૦ કરોડ રૂપિયાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ટિકિટ વગર યાત્રા કરનારા યાત્રીઓ પાસેથી વસૂલવામાં આવતા દંડની રકમનો ટાર્ગેટ ૧૭૪ કરોડથી વધારીને ૨૦૦ કરોડ રૂપિયા રાખવામાં આવ્યો છે. તેમાં પણ પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝનને ૧૦૦ કરોડનો લક્ષ્યાંક અપાયો છે. એટલે કે ફૂલ ૨૦૦ કરોડના ટાર્ગેટમાં એકલા મુંબઈ ડિવિઝનને ૫૦ ટકાનો ટાર્ગેટ પૂરો કરવા લક્ષ્યાંક અપાયો છે. મુંબઈ ડિવિઝનના બાન્દ્રા, વલસાડ, ઉંઘના અને સુરતથી ઉપડતી ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, રાજસ્થાન, ઓડિસા તરફ ની ટ્રેનોને રેલવેના અધિકારીઓએ હાઈ એલર્ટ મોડ પર મૂકી દીધી છે. દિવાળીના તહેવાર સમયે તાપ્તિગંગા. ઉધના-દાનાપુર, સુરત-ભાગલપુર, બાન્દ્રા-હિસ્સાર સહિતની ટ્રેનોમાં કેપેસિટી કરતાં બમણાં મુસાફરો પાત્રા કરતા હોવાથી આ ટ્રેનોમાં સથન ચેકિંગ ડ્રાઈવ યોજી ટિકિટ વગરના યાત્રીઓ પાસેથી દંડ વસૂલાશે તેથી ટ્રેનમાં મુસાફરી કરતા પહેલા કન્ફર્મ ટિકિટ છે કે નહીં તેની ચકાસણી કરી લેવી હિતાવહ રહેશે.
૨૦૦ કરોડના લક્ષ્યાંકને પૂરો કરવા માટે ટિકિટ ચેકરોએ રોજિંદા ટ્રેનમાં યાત્રા કરનારા મુસાફરો પાસેથી ૩૦૦૦થી લઈને ૮૦૦૦ જયારે પ્લેટફોર્મ પર ફરજ બજાવતા ટીસીએ ૬૦૦૦ રૂપિયાનો ટાર્ગેટ રાખવો પડશે. જયારે લાંબા અંતરની ટ્રેનમાં યાત્રા કરનારા ટીટીઈએ રોજિંદા ૧૫,૦૦૦ રૂપિયાનો દંડ વસૂલવો પડે. તો ૨૦૦ કરોડ રૂપિયાના ટાર્ગેટને પૂરો કરી શકાય તેમ છે. (૨૨.૨)
પヘમિ રેલવેએ ૧૭૪ કરોડનો દંડ વસૂલ્યો હતો
ટિકિટ વગર યાત્રા કરનારા મુસાફરો માટે ખુદાબક્ષ શબ્દ પ્રચલિત છે. હવે ખુદાબક્ષોને પકડવા માટે રેલવેના ટિકિટ રોકરોની ટીમ રાઉન્ડ ધ ક્લોક ૩૬૫ દિવસ કામ કરે છે. હવે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં પヘમિ રેલવેએ ટિકિટ વગર યાત્રા કરનારા મુસાફરો પાસેથી દંડ વસુલાતનો ૧૪૦ કરોડનો ટાર્ગેટ રાખ્યો હતો. જેની સામે રેલવેના બાહોશ ટિકિટ ચેકરોએ ૧૯૪ કરોડનો દંડ વસુલ્યો હતો. જે નક્કી કરેલી લક્ષ્યાંક કરતા રજ ટકા વધુ હતો. દરમિયાન આ વર્ષે પશ્ચિમ રેલવેએ ખુદાબક્ષોને ઝડપી પાડી દંડ વસૂલવાનો ટાર્ગેટ ૨૦૦ કરોડ રૂપિયા રાખ્યો છે.
૨૦૦ કરોડનો ટાર્ગેટ પૂરો થવો મુશ્કેલ
પહેલા રેલવેતંત્ર દ્વારા ૫૦૦ નબર સુધી વેઈટિંગ ટિકિટ આપવામાં આવતી હતી. હવે ૫૦૦ ટિકિટ રદ થવી શક્ય નહીં હોવાથી બાકીના મુસાફરોએ ટિકિટ રદ કરાવવા રિઝર્વેશન સેન્ટરના ધક્કા ખાવાની નોબત આવતી હતી. અથવા રિફંડ લેવા ઓનલાઈન પ્રક્રિયા કરવાની ઝઝટ કરવી પડતી હતી. મુસાફરોની હાલાકી દૂર કરવા વેઈટિંગ ટિકિટ આપવાની ટકાવારી ઘટાડી દેવામાં આવી છે. તેથી હવે વેઈટિંગ ટિકિટ પણ મળતી નથી. ટિકિટ જ મળતી નથી તો પછી મુસાફર કઈ રીતે યાત્રા કરશે. ત્યારે રેલવેતંત્રનો ૨૦૦ કરોડનો ટાર્ગેટ પુરો થવો મુશ્કેલ જણાઈ રહ્યો છે.
(10:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
