હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી, તા.૨૩: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરનું ચક્રવાત દાનામાં રૂપાંતર થતાં ભયનો માહોલ છે. ચક્રવાત દાનાને લઈને સાવચેતીના પગલા તરીકે પ?મિ બંગાળ અને ઓડિશાના ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજો બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ૧૯૭ ટ્રેનો પણ રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા એરપોર્ટ પર પણ સુરક્ષાને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દરિયાકિનારા પર સાવધાની વધારવામાં આવશે અને માછીમારોને દરિયામાં જવાની મનાઈ કરવામાં આવી છે.
ઓડિશા અને બંગાળ બંને સરકારોએ દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતાં લોકોને સુરક્ષિત સ્થળો પર પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. ભારતીય કોસ્ટ ગાર્ડને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આ તોફાન ૨૩થી ૨૫ ઓક્ટોબર વચ્ચે ૧૦૦પ્ર૧૨૦ કિમી/કલાકની ગતિથી સમુદ્રી વિસ્તારોને પ્રભાવિત કરશે. માછીમારોને ૨૩થી ૨૫ ઓક્ટોબર સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર ઓડિશાના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી સુરેશ પૂજારીએ કહ્યું કે રાજ્યમાં ૮૦૦ ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર છે, જ્યાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવશે. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં ૫૦૦ અસ્થાયી આશ્રયસ્થાનો પણ તૈયાર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ સુનિશ્ચિત કર્યું છે કે સંવેદનશીલ વિસ્તારોમાંથી ૧૦૦ ટકા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવશે.
આ દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળના સાત જિલ્લામાં ૨૩ થી ૨૬ ઓક્ટોબર સુધી શાળાઓ બંધ રહેશે. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા સૂચના આપવામાં આવી છે. આ સાથે ચક્રવાતને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.
ભારતીય કોસ્ટ ગાર્ડે દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કર્યા છે જે સતત માછીમારો અને ખલાસીઓને ચક્રવાત અંગે ચેતવણી આપી રહ્યા છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ની કેટલીક ટીમો ઓડિશા અને બંગાળમાં તૈનાત કરવામાં આવી છે જેથી કોઈ પણ કટોકટીની પરિસ્થિતિનો તાત્કાલિક સામનો કરી શકાય. ઓડિશા સરકારે ૧૦ વધારાની NDRF ટીમોની માંગ કરી છે, જ્યારે ૧૭ ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમો પણ સંવેદનશીલ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ-પૂર્વ રેલવેએ ઓડિશામાંથી પસાર થતી ૯૪ ટ્રેનો અને રાજ્યના પૂર્વ તરફ જતી ૧૦૩ ટ્રેનો રદ કરી છે. આ ઉપરાંત આસામથી જતી પાંચ ટ્રેનોને પણ સાવચેતીના પગલારૂપે રોકવામાં આવી છે. તે જ સમયે, કોલકાતા એરપોર્ટ પરથી કહેવામાં આવ્યું છે કે ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સંભાવના છે, તેથી ચક્રવાતને કારણે, એરપોર્ટની ડ્રેનેજ સિસ્ટમ અને અન્ય માળખાકીય સુવિધાઓની તપાસ કરવામાં આવી રહી છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM