News of Wednesday, 23rd October 2024
લક્ષ્ય પાવરટેકનો શેર ૯૦% પ્રીમિયમે લીસ્ટ થતાં રોકાણકારોને જલ્સો
૧૮૦ ઇસ્યુ પ્રાઇસ સામે ૩૪૨ રૂપિયા પર લીસ્ટ : લાગી અપર સર્કિટ

મુંબઇ, તા.૨૩: લક્ષ્ય પાવરટેક લિમિટેડનો IPO આજે શેરબજારમાં લિસ્ટ થયો છે. કંપનીના શેર NSE પર લિસ્ટેડ થયા છે. લક્ષ્ય પાવરટેક લિમિટેડના શેરનું એક શાનદાર લિસ્ટિંગ થયું છે. કંપનીના શેર NSE પર રૂ. ૩૪૨ પર લિસ્ટ થયા હતા, જે તેના રૂ. ૧૮૦ના IPOની કિંમત કરતાં ૯૦% પ્રીમિયમ છે. લિસ્ટિંગ પછી પણ તેમાં જબરદસ્ત વળદ્ધિ જોવા મળી હતી અને અપર સર્કિટ સુધી પહોંચી હતી. જ્યારે આ સ્ટોક લિસ્ટેડ હતો, ત્યારે માત્ર ખરીદદારો જ જોવા મળ્યા હતા, તેના પર શૂન્ય સેલર્સ હતા. તમને જણાવી દઈએ કે આ ઈશ્યુ ૧૬-૧૮ ઓક્ટોબર સુધી રોકાણ માટે ખુલ્લો હતો. તેની પ્રાઇસ બેન્ડ ૧૮૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. IPOત્રણ દિવસમાં ૫૭૩.૩૬ વખત સબસ્ક્રાઇબ થયો હતો.
NSEના ડેટા અનુસાર રૂ. ૪૯.૯૧ કરોડના IPOને ૧,૦૮,૩૧,૬૩,૨૦૦ શેરની બિડ મળી હતી, જેની સામે ૭,૨૫,૫૨૦ શેર ઓફર કરવામાં આવ્યા હતા. સંસ્થાકીય ખરીદદારો (QIBs) એ સૌથી વધુ દાવ લગાવ્યો. ક્વોલિફાઇડ સંસ્થાઓનો હિસ્સો ૨૧૨.૧૮ ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જ્યારે રિટેલ ઇન્વેસ્ટર્સ (RIIs)નો હિસ્સો ૫૯૦.૨૬ ગણો સબસ્ક્રાઇબ થયો હતો. તમને જણાવી દઈએ કે પહેલા દિવસથી જ SME IPOને લઈને રોકાણકારોમાં જબરદસ્ત ક્રેઝ હતો. કારણ કે આ ઈસ્યુ બીજા દિવસે ૧૬૦થી વધુ વખત અને પહેલા દિવસે ૬૦ વખત સબસ્ક્રાઈબ થયો હતો.
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
