News of Wednesday, 23rd October 2024
ઓડિશા અને પશ્ચિમ બંગાળ પર ભાયનક દાના ચક્રવાતનો ખતરો: લો પ્રેસરનું દબાણ ક્ષેત્ર ગંભીર ચક્રાવાતમાં ફેરવાશે
ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકાંઠે પહોંચશે: બંને રાજ્યોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે બંગાળની ખાડી પર બનેલું નીચા દબાણનું ક્ષેત્ર બુધવાર (23 ઓક્ટોબર)ના રોજ ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ જશે. વિભાગની આગાહી મુજબ, ગંભીર ચક્રવાતી તોફાન ‘દાના’ 24 ઓક્ટોબરે ઓડિશા અને પશ્ચિમ બંગાળને અડીને આવેલા દરિયાકાંઠે પહોંચશે, જેના કારણે આ બંને રાજ્યોમાં આગામી ત્રણ દિવસ એટલે કે ભારે વરસાદની સંભાવના છે. આ સિવાય વિભાગના જણાવ્યા અનુસાર ઝારખંડ અને બિહારમાં 24 ઓક્ટોબરની રાત્રે અને 25 ઓક્ટોબરની સવારે પણ વાવાઝોડાની અસર જોવા મળશે.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
