News of Wednesday, 23rd October 2024
ફ્રેન્ડલી ફૂટબોલ મેચ દરમિયાન અંધાધુંધ ગોળીબાર :5 ના મોત : અનેક ઘાયલ
જમૈકામાં એક ફ્રેન્ડલી ફુટબોલ મેચ દરમિયાન ઘટના બાદ પોલીસે આ વિસ્તારમાં 48 કલાકનું કર્ફ્યુ પણ લગાવી દીધો

જમૈકામાં એક ફ્રેન્ડલી ફુટબોલ મેચ દરમિયાન દિલને હચમચાવી નાખનારી ઘટના સામે આવી છે. મેદાનમાં અનેક વખત એવું જોવા મળે છે કે, ચાહકો ટીમને સપોર્ટ કરવા માટે આમને-સામે આવી જાય છે અને ટકકર થઈ જાય છે. પરંતુ કિંગ્સ્ટનના રોકફોર્ટ સ્થિત પ્લીઝેટ હાઈટ્સમાં એક ફુટબોલ મેચ દરમિયાન ગોળીનો વરસાદ થયો હતો. આ દરમિયાન 5 લોકોના ઘટના સ્થળે જ મોત થયા છે. અનેક લોકો ઘાયલ થયાના પણ સમાચાર સામે આવી રહ્યા છે.
સ્થાનિક પોલીસ મુજબ સોમવારના 21 ઓક્ટોબરના રોજ કિંગ્સનટના રોકફોર્ટ સ્થિત પ્લીઝેટ હાઈટ્સમાં એક ફુટબોલની મેચ દરમિયાન થયેલા હુમાલામાં 5 લોકોની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. કિંગ્સ્ટન ઈસ્ટર્ન પોલીસના પ્રમુખ અધીક્ષક ટોમિલી ચેમ્બર્સે જણાવ્યું કે, ગોળીબારીની ઘટના રાત્રે 8 કલાકે બની હતી. જમૈકા કાંસ્ટેબુલરી ફોર્સની સુચના શાખા કાંસ્ટેબુલરી કોમ્યુનિકેશન યૂનિટે પણ આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે. આની જાણકારી પોલીસ દ્વારા આપવામાં આવી નથી.
પ્લેઝન્ટ હાઇટ્સ અગાઉ વારેકા હિલ્સ તરીકે ઓળખાતી હતી. આ સ્થળ ખુબ જ ચર્ચામાં છે, કિંગ્સ્ટન ઈર્સટર્ન ડિવીઝનના અધીક્ષક ટોમલી ચેમ્બર્સે જમૈકા ઓબ્ઝર્વર ઓનલાઈનના હવાલે કહ્યું કે, 7 લોકોને ગોળી મારવામાં આવી છે. તેમાંથી 5 લોકોના મૃત્યું થયા છે. રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યું છે કે, જે લોકોના મોત થયા છે. તેમાંથી 4 લોકોની પોલીસે ઓળખ કરી લીધી છે. આ સિવાય પોલીસે આ ઘટના બાદ આ વિસ્તારમાં 48 કલાકનો કર્ફ્યુ પણ લગાવી દીધું છે.
(11:59 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
