હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી,તા.૨૩: હવે આઇઆઇટી મેડીકલ એન્જીનીયરો તૈયાર કરશે. દેશમાં પહેલી વાર ડોકટર અને સંબંધ આરોગ્ય ધંધાર્થીઓ માટે આઇઆઇટી દિલ્હીએ મેડીસીન અને એન્જીનીયરીંગ અભ્યાસ ક્રમોને જોડીને હેલ્થ કેર ટેકનોલોજીમાં માસ્ટર ઓફ સાયન્સ (રિસર્ચ) નો કોર્સ તૈયાર કર્યો છે.
આમાં મેડીકલ, સાયન્સ અને એન્જીનીયરીંરગના નિષ્ણાંતો એક સાથે મળીને મેડીકલ ડીવાઇસ અને ઇમ્પ્લાન્ટ સાથે ટેકનીક વિકસીત કરવા પર કામ કરશે. ખાસ વાત એ છે કે ડોકટરો આ ખાસ કોર્સના અભ્યાસની સાથે સાથે એમ્સ અને સફદરજંગ હોસ્પિટલોમાં દરદીઓ વડા પ્રોફેસર નીતુ સિંહ જણાવ્યું કે મેડીકલ એન્જીનીયરીંગના બે અલગ અલગ વિષયોને એક સાથે જોડીને આ ખાસ કોર્ષ તૈયાર કરાયો છે.
પ્રોફેસર નીતુસિંહે જણાવ્યું કે દેશભરની મેડીકલ કોલેજોમાં એમબીબીએસ ડોકટરો, એકેડેમીક અને ઉદ્યોગના સર્વેના આધાર પર તૈયાર થયેલ રિપોર્ટ પછી આઇઆઇટીના નિષ્ણાંતોએ આ કોર્ષ તૈયાર કર્યો છે. આ કોર્સમાં એડમીશન લીધા પછી ડોકટર હોસ્પિટલમાં કલીનીકલ પ્રેકટીસ પણ ચાલુ રાખી શકશે. તેઓ અભ્યાસ ઉપરાંત ઉનાળા અને અન્ય રજાઓમાં પણ કલીનીકલ પ્રેકટીસની તક મળશે.
આ અભ્યાસ ક્રમમાં ડોકટરો દર મહિને ૫૦ થી ૯૦ હજાર રૂપિયાનું ભથ્થુ મળશે. આ ઉપરાંત દર્દીઓની તપાસના આધાર પર નક્કી વેતન પણ હોસ્પિટલમાંથી મળશે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM