તા. ૧૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૭ મંગળવાર
News of Wednesday, 23rd October 2024
દાના વાવાઝોડાના કારણે રેલ્વે સતર્ક : ૧૭૮ ટ્રેન રદ્
તા.૨૩,૨૪ અને ૨૫ દરમિયાન ૮૫ ટ્રેન અને ૯૩ ડાઉન ટ્રેન કેન્સલ : મુસાફરોને હાલાકી

નવી દિલ્હી, તા.૨૩: બંગાળની ખાડીમાં સર્જાયેલા ચક્રવાત ‘દાના'ને કારણે રેલવેએ ઘણી ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લીધો છે. અડધો ડઝનથી વધુ ટ્રેનો રદ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડશે. હાલમાં મુસાફરોને ફોન પર આ અંગે જાણ કરવામાં આવી છે. આ તમામ ટ્રેનો ઓડિશાથી આવી રહી છે.
ટ્રેન નં. ૨૨૮૨૪ નવી દિલ્હી-ભુવનેશ્વર રાજધાની (વાયા-મુરી) ૨૩ ઓક્ટોબર,
૨૨૮૨૩ ભુવનેશ્વર-નવી દિલ્હી રાજધાની (વાયા-મુરી) ૨૫ ઓક્ટોબર, ૧૮૪૫૧ હટિયા-પુરી તપસ્વિની એક્સપ્રેસ ૨૪ ઓક્ટોબર,
૧૮૪૫૨ પુરી-હાટિયા તપસ્વિની એક્સપ્રેસ ૨૪ ઓક્ટોબર,
૦૨૮૩૨ ભુવનેશ્વર-ધનબાદ ગરીબરથ એક્સપ્રેસ ૨૪ ઓક્ટોબર,
૦૨૮૩૧ ધનબાદ-ભુવનેશ્વર ગરીબરથ એક્સપ્રેસ ૨૪ ઓક્ટોબર,
૧૨૮૭૫ પુરી-આનંદ વિહાર ટર્મિનલ એક્સપ્રેસ (વાયા-મુરી) ૨૫મી ઓક્ટોબરે રદ રહેશે.
તે જ સમયે, ભારતીય રેલવેએ ઓડિશામાંથી પસાર થતી સેંકડો ટ્રેનોને રદ કરી દીધી છે. મુસાફરો અને રેલવેના હિતમાં ૧૭૮ ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ટ્રેનો પુરીથી હાવડા રૂટ પર ૨૩ થી ૨૫ ઓક્ટોબર સુધી બંધ રહેશે. આ સિવાય ઈસ્ટ કોસ્ટ રેલવેના અન્ય રૂટ પરની ટ્રેન સેવાઓને પણ અસર થશે. ઈસ્ટ કોસ્ટ રેલ્વે તરફથી મળેલી માહિતી અનુસાર ચક્રવાત દાનાને જોતા ૨૩, ૨૪ અને ૨૫ ઓક્ટોબરે ત્રણ દિવસ માટે ૯૩ ડાઉન ટ્રેનો રદ કરવામાં આવી છે.
રેલવે દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, સંભવિત ચક્રવાત દાનાને કારણે અત્યાર સુધીમાં ૧૭૮ ટ્રેનોને રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ૮૫ અપ ટ્રેન અને ૯૩ ડાઉન ટ્રેનોનો સમાવેશ થાય છે. રદ કરાયેલ મહત્વની ટ્રેનોમાં હાવડા-સિકંદરાબાદ એક્સપ્રેસ, શાલીમાર-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, નવી દિલ્હી-ભુવનેશ્વર એક્સપ્રેસ, હાવડા-ભુવનેશ્વર એક્સપ્રેસ, હાવડા-પુરી સુપરફાસ્ટ એક્સપ્રેસ, નવી દિલ્હી-પુરી એક્સપ્રેસ, ખડગપુર-ખુર્દા એક્સપ્રેસ, સંબલપુર-પુરી એક્સપ્રેસ, રૌરકેલા-પુરી એક્સપ્રેસનો સમાવેશ થાય છે. ભુવનેશ્વર એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે. આ સિવાય સાઉથ ઈસ્ટર્ન રેલવેએ ૧૫૧ ટ્રેનો કેન્સલ કરવાના આદેશ જારી કર્યા છે. ૨૩ થી ૨૬ ઓક્ટોબર વચ્ચે વિવિધ તારીખો પર વિવિધ ટ્રેનો કેન્સલ થવાને કારણે જે મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરાવી હતી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડશે. જેમાં ટાટાનગર સ્ટેશન પરથી પસાર થતી પુરુષોત્તમ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, યશવંતપુર વીકલી એક્સપ્રેસ, ઉત્કલ એક્સપ્રેસ, ઈસ્પાત એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે.
(2:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
