<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ઝોમેટોમાંથી ફૂડ ઓર્ડર કરવું મોંઘુ : દિવાળી પહેલા કંપનીએ ગ્રાહકોને આપ્‍યો ઝટકો

નવી દિલ્‍હી, તા.૨૩: ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોએ દિવાળી પહેલા પોતાના ગ્રાહકોને ચોંકાવી દીધા છે. તહેવારોની સિઝનને ધ્‍યાનમાં રાખીને કંપનીએ પ્‍લેટફોર્મ ફીમાં ૪૦ ટકાથી વધુનો વધારો કર્યો છે. આ કારણે ગ્રાહકો માટે આ પ્‍લેટફોર્મ પરથી ખાવાનું મંગાવવું મોંઘુ થઈ ગયું છે. કંપનીનું કહેવું છે કે ફીમાં વધારો કરવામાં આવ્‍યો છે જેથી કંપનીને ચાલુ રાખી શકાય.

કંપનીએ ઓર્ડર દીઠ પ્‍લેટફોર્મ ફી ૭ રૂપિયાથી વધારીને ૧૦ રૂપિયા કરી છે. આ ફી ફૂડ ઓર્ડર કરનાર વ્‍યક્‍તિ પાસેથી લેવામાં આવે છે. આવી સ્‍થિતિમાં ઝોમેટોથી ફૂડ ઓર્ડર કરનાર કોઈપણ ગ્રાહકને હવે વધુ પૈસા ચૂકવવા પડશે. આ અંગે કંપનીએ કહ્યું છે કે, ઁઆ ફી ઝોમેટોને ચાલુ રાખવા માટે અમારા બિલ ચૂકવવામાં મદદ કરે છે. તહેવારોની સિઝનમાં સેવાઓ જાળવી રાખવા માટે તેમાં થોડો વધારો કરવામાં આવ્‍યો છે. કંપનીએ એક વર્ષમાં પ્‍લેટફોર્મ ફીમાં ૪૦૦ ટકાનો વધારો કર્યો છે. કંપનીએ ઓગસ્‍ટ ૨૦૨૩ થી પ્‍લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું. તે સમયે કંપની ૨ રૂપિયા લેતી હતી. ધીરે ધીરે કંપનીએ આ ફી વધારતી રહી. હવે કંપનીએ તેને વધારીને ૧૦ રૂપિયા કરી દીધી છે.

ઝોમેટોની હરીફ કંપની Swiggy પણ પ્‍લેટફોર્મ ફી વસૂલે છે. જોકે પ્‍લેટફોર્મ ફી સ્‍વિગી દ્વારા જ રજૂ કરવામાં આવી હતી. હાલમાં સ્‍વિગી ઓર્ડર દીઠ રૂ. ૭ પ્‍લેટફોર્મ ફી વસૂલે છે.

પ્‍લેટફોર્મ ફી દરેક ઓર્ડર પર વસૂલવામાં આવતા વધારાના શુલ્‍ક છે. આ ગુડ્‍સ એન્‍ડ સર્વિસ ટેક્‍સ (જીએસટી), રેસ્‍ટોરન્‍ટ ચાર્જ અને ડિલિવરી ચાર્જીસ સિવાય છે. નિષ્‍ણાતોના મતે, આ પ્‍લેટફોર્મ દરરોજ ૨૦ થી ૨૫ લાખ ફૂડ ઓર્ડર પહોંચાડે છે. પ્‍લેટફોર્મ ફી વધારીને કંપનીઓના ખાતામાં વધુ પૈસા જમા થાય છે.

(3:04 PM IST)