<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

શરદ પવાર સીએમ હતા ત્‍યારે દાઉદને દુબઇમાં મળ્‍યા'તા! એનસીપી નેતા ઉપર પ્રકાશ આંબેડકરના ગંભીર આક્ષેપો

પ્રકાશ આંબેડકર ભાજપના ઇશારે કરી રહ્યા છે આક્ષેપઃ એનસીપી પ્રવકતા

મુંબઇઃ મહારાષ્‍ટ્રની ચૂંટણીઓમાં ફરી એકવાર દાઉદ ફેકટર સંવેદનશીલ બનીને ઉભરી આવ્‍યું છે  વંચિત બહુજન અઘાડીના નેતા અને ડોકટર બાબા સાહેબ આંબેડકરના પોૈત્ર પ્રકાશ આંબેડકરે તાજેતરમાં આક્ષેપો કર્યા છે કે એનસીપી નેતા શરીફ પવાર મુખ્‍ય પ્રધાન તરીકેના તેમના ૧૯૮૮- ૯૧ ના કાર્યકાળ દરમ્‍યાન દુબઇમાં ઇબ્રાહીમને મળ્‍યા હતા.રસપ્રદ વાત એ છે કે પવારે આ આક્ષેપોને ઘણા દિવસ થયા પછી પણ રદીયો નથી આપ્‍યો જયારે ફ્રી પ્રેસ જર્નલે તેમના પુત્રી અને સાંસદ સુપ્રિયા સુલેનો સંપર્ક કર્યો તો તેમણે પણ આંબેડકરના આક્ષેપોનો કોઇ જવાબ ના આપ્‍યો.

જો કે, એનસીપી (શરદ પવાર) ના પ્રવકતા કલાઇડ ક્રેસ્‍ટોએ કહ્યું  છે કે આંબેડકર ભાજપાની કઠપુતળી છે અને ભગવા પક્ષના ઇશારે આક્ષેપો કર્યા છે. જો ક્રેસ્‍ટોનું કહેવું સાચુ હોય તો તેનો અર્થએ છે કે ભાજપા આ  ચૂંટણીમાં મહા વિકાસ અધાડીને અસ્‍થિર કરવાડી- કાર્ડ વાપરી રહી છે. ભાજપાની રણનીતિ એવી દેખાય છે. કે શિવસેના (ઉધ્‍ધવ) અને કોંગ્રેસ માટે એનસીપી સાથે ગઠબંધન અઘરૂ બને.આંબેડકરે ફ્રી પ્રેસ જર્નલને કહ્યું કે તેઓ પોતાના આક્ષેપો બાબતે અડગ છે અને તેને ખોટા સાબિત કરવા પવારને પડકાર ફેંકયો તેમણે કહ્યું જો તેઓ તેને ખોટા કહેશે તો હું વધુ વિગતો સાથે આગળ આવીશ તેમણે ભાજપના ઇશારે આક્ષેપો કર્યા હોવાની વાતને રદીયો આપ્‍યો છે.

(3:29 PM IST)