<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

દિલ્‍હીમાં વાહનના રજીસ્‍ટ્રેશન પછી માત્ર પાંચ મીનીટમાં આરસી બુકઃ કાગળીયાની કાર્યવાહી ઘટી જશે

નવી દિલ્‍હી તા. ર૩: રાષ્‍ટ્રીય રાજધાનીમાં વાહનના રજીસ્‍ટ્રેશન દરમ્‍યાન હાથોહાથ આરસી બુક આપવાના આદેશ છે, પરંતુ તેનું પાલન નથી થતું.

આરસી મળવામાં વિલંબ બાબતે દિલ્‍હી સરકારના પરિવહન મંત્રી કેટલીયે વાર અધિકારીઓને કાર્યવાહી કરવાના આદેશો આપી ચૂકયા છે. તેમ છતાં સ્‍થિતિમાં સુધારો નથી થઇ રહ્યો. આ સમસ્‍યાને દૂર કરવા હવે ડીજીટલ આરસી આપવામાં આવશે. વાહનના રજીસ્‍ટ્રેશન પછી એ જ દિવસે પાંચ મિનીટમાં આર.સી. વાહન માલિકના મેલ પર મળી જશે. હાલમાં પરિવહન વિભાગ દ્વારા ડીજીટલ આરસીની વ્‍યવસ્‍થા લાગુ કરવા માટે વ્‍યવહારિકતાનું મૂલ્‍યાંકન કરાઇ રહ્યું છે. અધિકારીઓનું કહેવું છે કે આવતા વર્ષથી આ વ્‍યવસ્‍થા શરૂ થઇ શકે છે

(4:12 PM IST)