<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

લોરેન્‍સ બિશ્‍નોઈના ભાઈ અનમોલના સંપર્કમાં હતા શૂટર

બાબા સિદ્દીકી મર્ડર કેસ આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્‍યા છે : ક્રાઈમ બ્રાન્‍ચે બાબા સિદ્દીકી હત્‍યા કેસમાં અત્‍યાર સુધીમાં ૧૦ ધરપકડ કરી છે

મુંબઈ, તા.૨૩: બાબા સિદ્દીકી હત્‍યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચે ખુલાસો કર્યો છે કે, શૂટરો લોરેન્‍સ બિશ્‍નોઈના ભાઈ અનમોલ બિશ્‍નોઈના સીધા સંપર્કમાં હતા. અધિકારીઓને ખાતરી છે કે બાબા સિદ્દીકીની હત્‍યા પાછળ બિશ્‍નોઈ ગેંગનો હાથ છે, જોકે હત્‍યાનું કારણ જાણી શકાયું નથી.

મહારાષ્‍ટ્રના પૂર્વ મંત્રી અને NCP નેતા બાબા સિદ્દીકી મર્ડર કેસની તપાસ દરમિયાન મુંબઈ ક્રાઈમ બ્રાન્‍ચને પહેલીવાર લોરેન્‍સ બિશ્‍નોઈના ભાઈ અનમોલ બિશ્‍નોઈની શૂટર્સ સાથે સીધી કડી મળી છે. હત્‍યાના શંકાસ્‍પદ ત્રણ શૂટરોએ હત્‍યા પહેલા ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ એપ (તોપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્‍ટર લોરેન્‍સ બિશ્‍નોઈના ભાઈ અનમોલ બિશ્‍નોઈ સાથે  વાતચીત કરી હતી.અનમોલ બિશ્‍નોઈ શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં પણ હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્‍યા છે. ક્રાઈમ બ્રાન્‍ચે બાબા સિદ્દીકી હત્‍યા કેસમાં અત્‍યાર સુધીમાં ૧૦ ધરપકડ કરી છે. જેમાં બે શૂટર્સ અને એક હથિયાર સપ્‍લાયરનો સમાવેશ થાય છે. બાબા સિદ્દીકી હત્‍યા કેસમાં શૂટર શિવકુમાર ગૌતમ અને ફરાર આરોપી તોપચેટ દ્વારા એકબીજાના સંપર્કમાં હતા અને સૂચના મળ્‍યા બાદ તરત જ મેસેજ ડિલીટ કરી દેતા હતા. એ જ રીતે, જ્‍યારે ધરપકડ કરાયેલા આરોપીઓની તોપચેટ્‍સની ઝીણવટભરી તપાસ કરે.

(4:23 PM IST)