News of Wednesday, 23rd October 2024
સેમસંગ લાવશે ૩ ડિસ્પ્લેવાળો સ્માર્ટ ફોન
વિશ્વની ટેક કંપનીઓ ધીરે ધીરે ટ્રિપલ ફોલ્ડેબલ સ્ક્રીન તરફ આગળ વધી રહી છે

નવી દિલ્હી તા. ર૩: દક્ષિણ કોરિયાની ટેક જાયન્ટ સેમસંગ તેની નવીનતા માટે જાણીતી છે. કંપની પોતાની જાતને માર્કેટમાં અન્ય લોકોથી અલગ પાડવા માટે નવી સુવિધાઓ અને ડિઝાઇન સાથે પ્રોડક્ટ્સ લોન્ચ કરતી રહે છે. જ્યારે અત્યાર સુધી ટેક કંપનીઓ ફોલ્ડેબલ સ્માર્ટફોનની રેસમાં વ્યસ્ત છે, ત્યારે હવે સેમસંગે ૩ ડિસ્પ્લે સાથે સ્માર્ટફોન લોન્ચ કરવાની તૈયારી શરૂ કરી દીધી છે. સેમસંગ ટૂંક સમયમાં ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોન લોન્ચ કરી શકે છે. સેમસંગનો આગામી ટ્રિપલ ફોલ્ડ સ્માર્ટફોન હવાઇ ફોનનેસીધી ટક્કર આપશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં ફોલ્ડેબલ સ્ક્રીન્સ બાદ હવે કંપનીઓ ધીરે ધીરે ટ્રિપલ ફોલ્ડેબલ સ્ક્રીન તરફ આગળ વધી રહી છે. Xiaomi, Samsung, Honor જેવી કેટલીક ટેક જાયન્ટ્સ ટ્રાઇ-ફોલ્ડ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોન પર કામ કરી રહી છે
(4:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
