News of Wednesday, 23rd October 2024
દાના વાવાઝોડુ ૧૮ કિ.મી.ની ઝડપે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છેઃ રપમીએ સવારે ટકરાશે
આ વાવાઝોડાની ગુજરાત ઉપર અસર કોઇ થવાની નથીઃ ગૌરવ રાણીંગાનો નિર્દેશ : હાલ પવનની ઝડપ કલાકના ૬૦ થી ૭૦ કિ.મી.: પરંતુ રપમીએ સવાર સુધીમાં ઓરીસ્સાના પુરી તટથી-પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચે ત્રાટકશે ત્યારે પવન ૧૦૦ થી ૧ર૦ કિ.મી. ઝડપે ફુંકાશે

રાજકોટ તા. ર૩: સૌરાષ્ટ્રના જાણીતા વેધર એનાલીસ્ટ શ્રી ગૌરવ રાણીંગાએ ‘‘અકિલા''ને જણાવ્યું છે કે, ગઇકાલે પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં રહેલું ડીપ ડિપ્રેશન આજે સવારે મજબૂત થઇને ‘દાના' વાવાઝોડામાં ફેરવાઇ ગયું છે, જે અત્યારે પ્રતિ કલાકે ૧૮ કિ.મી.ની ઝડપથી પશ્ચિમ તરફ પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના પવનો અત્યારે પ્રતિ કલાકે ૬૦ થી ૭૦ કિ.મી. જેટલી ઝડપથી ફૂંકાઇ રહ્યા છે. આ વાવાઝોડું આગામી ર૪ કલાકમાં વધુ મજબૂત થઇ તીવ્ર વાવાઝોડા (સીવીયર સાયકલોન સ્ટ્રોમ) માં ફેરવાશે અને કાલ રાતથી તા. રપ-૧૦-ર૦ર૪ની સવાર સુધીમાં પ્રતિ કલાકે ૧૦૦ થી ૧ર૦ કિ.મી.ની ગતિથી ફૂંકાઇ રહેલા પવનો સાથે ઓરિસ્સાના પુરી તટથી પશ્ચિમ બંગાળના સાગર આઇલેન્ડ વચ્ચેના વિસ્તારમાં ત્રાટકે તેવી શકયતા છે.
આ વાવાઝોડાની ગુજરાત ઉપર અસર થવાની કોઇ સંભાવના નથી માટે વાવાઝોડાની કોઇપણ અફવાઓથી દૂર રહેવું. (વેધર બાયઃ ગૌરવ રાણીંગા)
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
