<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

રશિયાના કાઝાન એક્સ્પો સેન્ટર ખાતે 16મી બ્રિક્સ સમિટના પૂર્ણ સત્રમાં પીએમ મોદીએ કહ્યું 'ભારત યુદ્ધ નહીં, સંવાદ અને કૂટનીતિનું સમર્થન કરે છે'

પીએમ મોદીએ કહ્યું કે 'નવા સ્વરૂપમાં બ્રિક્સ 60 ટ્રિલિયન ડોલરથી વધુની અર્થવ્યવસ્થા છે. બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલ અને બ્રિક્સ વિમેન્સ બિઝનેસ એલાયન્સે આપણા આર્થિક સહયોગને વધારવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી છે'

કાઝાન : રશિયાના કઝાનમાં 16મી બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે "હું 16મી બ્રિક્સ સમિટનું સફળતાપૂર્વક આયોજન કરવા બદલ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માનું છું. હું ફરી એકવાર બ્રિક્સ સાથે જોડાયેલા નવા મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તેના નવા સ્વરૂપમાં, BRICS વિશ્વની 40% માનવતા અને લગભગ 30% અર્થતંત્રનું પ્રતિનિધિત્વ કરે છે. બ્રિક્સે છેલ્લા બે દાયકામાં ઘણી સિદ્ધિઓ મેળવી છે."

પીએમ મોદીએ કહ્યું કે "મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં આ સંગઠન વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વધુ અસરકારક માધ્યમ તરીકે ઉભરી આવશે. હું ન્યૂ ડેવલપમેન્ટ બેંકના પ્રમુખ દિલમા રૂસેફને અભિનંદન આપું છું. છેલ્લા 10 વર્ષોમાં, આ બેંક વૈશ્વિક દક્ષિણના દેશોના વિકાસ માટે એક મહત્વપૂર્ણ વિકલ્પ તરીકે ઉભરી રહી છે."

વડાપ્રધાન મોદીએ કહ્યું કે "ભારતમાં ગિફ્ટ સિટી શરૂ થવાથી આ બેંક મજબૂત થઈ છે. NDB એ માંગ-આધારિત સિદ્ધાંત પર કામ કરવાનું ચાલુ રાખવું જોઈએ અને બેંકનું વિસ્તરણ કરતી વખતે લાંબા ગાળાની નાણાકીય સ્થિરતા, સ્વસ્થ ધિરાણ રેટિંગ અને માર્કેટ એક્સેસની ખાતરી કરવાને પ્રાથમિકતા આપવી જોઈએ."

 

(4:49 PM IST)