<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

વન નેશન વન ગોલ્ડ રેટ રાખવા પર કામ શરૂ : દેશભરના સોનિઓ સાથે સોનાનો એકજ ભાવ રાખવા માટે સહમતી બનાવવા સભ્યો સાથે ૫૦ થી વધુ બેઠકો યોજાઈ

 

નવીદિલ્હી : અખિલ ભારતીય રત્ન તેમજ આભૂષણ ઘરેલુ પરિષદ (જીજેસી) ના તા.૨૨ ઓક્ટોબરથી ૯ ડિસેમ્બર સુધી ચાલનાર એક નવા વાર્ષિક સ્વર્ણ મહોત્સવ “લકી લક્ષ્મી” ના શુભારંભ  પ્રસંગ પર જીજેસી સચિવ મિતેશ ઘોરડાએ કહ્યું કે તેઓ “એક રાષ્ટ એક સ્વર્ણ દર” ને લાગુ કરવાને માટે કામ કરી રહ્યા છે. આ કવાયતનો હેતુ ઘરેલુ સોનાની કિંમતોને માનકીકૃત કરવાનો છે.

હાલમાં દેશના જુદા જુદા ભાગોમાં સોનાની કિંમત અલગ અલગ છે. અમે દેશભરના સોનિઓ સાથે સોનાનો એકજ ભાવ રાખવા માટે સહમતી બનાવવા સભ્યો સાથે ૫૦ થી વધુ બેઠકો કરી છે, અને આ પહેલને માટે ૮૦૦૦ સોનીઓનો સહકાર મેળવ્યો છે. આ બાબતે સરકારને પણ ભલામણ કરી છે અને ઉદ્યોગના હિતધારકોને સમજાવવાનો પ્રયત્ન ચાલુ છે. ઘોરડા એ કહ્યું કે, અમે અમારા સભ્યોને વ્હાટ્સઅપ દ્વારા અનુશંસિત દરની જાણકારી આપી રહ્યા છીએ. અમારુ લક્ષ્ય ઓછામાં ઓછો ૪-૫ લાખ સુવર્ણકારો સાથે તબક્કાવાર રીતે પહોંચવાનો છે.

 

(4:56 PM IST)