<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

ચક્રવાત દાનાના કારણે દક્ષિણ બંગાળમાં ભારે વરસાદ, 150થી વધુ ટ્રેનો રદ કરાઈ

ચક્રાવાત ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધમરા બંદર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના

 કોલકતા : પૂર્વ-મધ્ય બંગાળની ખાડીમાં બનેલા ચક્રવાતી તોફાન ડાનાને કારણે કોલકાતા સહિત દક્ષિણ બંગાળના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આશંકા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ માહિતી આપી છે.

  ઈસ્ટર્ન અને સાઉથ ઈસ્ટર્ન રેલ્વેએ ચક્રવાતને જોતા 24 અને 25 ઓક્ટોબરે 150 થી વધુ ટ્રેનોનું સંચાલન રદ કર્યું છે 

   હવામાન વિભાગે જણાવ્યું હતું કે ચક્રવાત શુક્રવારે વહેલી સવારે ભીતરકણિકા નેશનલ પાર્ક અને ઓડિશાના ધમરા બંદર વચ્ચેના દરિયાકાંઠે ત્રાટકવાની સંભાવના છે અને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે

(7:33 PM IST)