<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

સગીર છોકરીની જાતીય સતામણી બાદ મણિપુરમાં ફરી તણાવ: ચુરાચંદપુરમાં કર્ફ્યુ વચ્ચે હિંસા ભડકી

બે કૂકી જૂથોએ સંપૂર્ણ બંધની જાહેરાત કરી: તુંઈબોંગ સબ-ડિવિઝનમાં બનેલી એક ઘટનાના વિરોધમાં બંધનું એલાન

મણિપુરમાં ફરી તણાવની સ્થિતિ છે. ચુરાચંદપુર જિલ્લામાં એક સગીર છોકરીની કથિત જાતીય સતામણીનો મામલો સામે આવ્યો છે. જે બાદ કુકી સમાજના બે જૂથોએ પૂર્વ બંધનું એલાન આપ્યું હતું. જેને જોતા હવે જિલ્લા પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે તુઇબોંગ સબ-ડિવિઝનમાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે

 . કુકી જો ગામ સ્વયંસેવક (KZVV) અને યુનાઇટેડ ટ્રાઇબલ વોલેન્ટિયર (UTV) કુકી સંગઠનોએ બુધવારે બંધનું આહ્વાન કર્યું હતું. જે બાદ તુઇબોંગ સબ-ડિવિઝનમાં સવારે 5 વાગ્યાથી ઘણી સંસ્થાઓ બંધ રહી હતી. બંધનું એલાન આપીને બંને સમાજે ન્યાયની માંગ કરી હતી.

   જણાવવામાં આવી રહ્યું છે કે તુઇબોંગ માર્કેટમાં 11 વર્ષની બાળકીનું કથિત રીતે યૌન શોષણ થયું હતું. યુવતી હેરબેન્ડ ખરીદવા ગઈ હતી. આ દરમિયાન એક દુકાનદારે તેની સાથે મારપીટ કરી હતી. છોકરીના પરિવારે 21 ઓક્ટોબરે આ મામલે મણિપુર પોલીસને ફરિયાદ કરી હતી. ચુરાચંદપુર મહિલા પોલીસ સ્ટેશનના પ્રભારી અધિકારીએ ફરિયાદની પુષ્ટિ કરી છે. તેમનું કહેવું છે કે પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. બીજા જ દિવસે આરોપી પોતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થયો હતો.

  પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. મહિલા પોલીસ અઠવાડિયામાં ચાર્જશીટ રજૂ કરશે. બુધવારે વિરોધીઓએ તુઇબોંગ માર્કેટમાં ચુરાચંદપુરમાં તિદ્દિમ રોડ બ્લોક કરી દીધો હતો. આ દરમિયાન લોકોએ ટાયરો વગેરે સળગાવી રોષ વ્યક્ત કર્યો હતો.


 

(9:03 PM IST)