<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 23rd October 2024

પીએમ મોદીએ UAEના રાષ્ટ્રપતિ અલ નાહયાન સાથે મુલાકાત કરી: સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધ

હૂંફ અને હાસ્ય વચ્ચે બંને નેતાઓએ એકબીજાના ખબર-અંતર પૂછ્યા: બેઠક બાદ પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર તસવીરો શેર કરી

નવી દિલ્હી :રશિયામાં ચાલી રહેલી BRICS સમિટ દરમિયાન PM નરેન્દ્ર મોદીએ યુદ્ધો અને સંઘર્ષોથી ઘેરાયેલી દુનિયા અને આતંકવાદ અને તેના ધિરાણના પડકારને લઈને મોટું નિવેદન આપ્યું છે. ભારતીય PM એ કહ્યું કે, આતંકવાદ અને તેના ધિરાણ પર કોઈ પણ દેશ બેવડા માપદંડ ધરાવશે નહીં, બલ્કે તમામ BRICS દેશોએ તેની સામે એક થવું પડશે. આ દરમિયાન પીએમ મોદીએ એમ પણ કહ્યું કે, ભારત BRICS ના નવા સભ્યોનું સ્વાગત કરે છે, પરંતુ તેનો નિર્ણય સ્થાપક સભ્યોની સહમતિથી લેવો જોઈએ.

   પીએમ મોદીએ મોદીએ કઝાનમાં ચાલી રહેલી 16 મી BRICS સમિટ દરમિયાન સંયુક્ત આરબ અમીરાત (UAE) ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી. આ દરમિયાન હૂંફ અને હાસ્ય વચ્ચે બંને નેતાઓએ એકબીજાના ખબર-અંતર પૂછ્યા. ભારત-UAE સંબંધોને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી

  લગભગ 5 વર્ષ પછી પીએમ મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ કઝાનમાં મળ્યા હતા. આ દ્વિપક્ષીય બેઠક BRICS સમિટમાં થઈ હતી. ભારત અને ચીન વચ્ચેના વર્તમાન સંબંધો અને સરહદ પર તણાવ વચ્ચે યોજાયેલી આ બેઠક પર સમગ્ર વિશ્વની નજર છે. આ બેઠક પહેલા, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર તણાવ ઘટાડવા માટે ચીન અને ભારત વચ્ચે સંયુક્ત પેટ્રોલિંગ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આને બંને દેશોના સંબંધોમાં બરફ પીગળવાના મોટા પ્રયાસ તરીકે જોવામાં આવી રહ્યા છે. જૂન 2020 માં ગલવાનમાં અથડામણ પછી, પૂર્વી લદ્દાખમાં ઘણી જગ્યાઓ અને મોરચા હતા જેના પર મડાગાંઠ હતી. મોદી અને જિનપિંગ લગભગ 5 વર્ષ પછી મળ્યા હતા.

(9:17 PM IST)