<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

ગુજરાતમાં લોકસભાની બેઠકો વધીને ૩૯, વિધાનસભાની ૨૭૩ થઈ શકે છે : દેશમાં આગામી સીમાંકન અને નારી શક્‍તિ વંદન અધિનિયમ-૨૦૨૩ (મહિલા અનામત) ના અમલીકરણની પ્રક્રિયા જો આગળ વધશે તો ગુજરાતના રાજકીય નકશામાં ૧૯૭૫ પછીના સૌથી મોટો અને ઐતિહાસિક ફેરફાર થશે : ભવિષ્‍યમાં લોકસભા દીઠ ૧૨થી ૧૫ લાખ મતદારોનું નવું માપદંડ અપનાવવામાં આવે તેવી શક્‍યતા છે, જેના કારણે મતવિસ્‍તારોનું પુનર્ગઠન અનિવાર્ય બનશે : વિવિધ જિલ્‍લાઓમાં વિધાનસભાની બેઠકોમાં અમદાવાદ જિલ્‍લાની ૨૧ બેઠકોથી વધીને ૨૯ બેઠકો, સુરત જિલ્‍લામાં ૧૬ બેઠકોથી વધીને ૧૮ બેઠકો, વડોદરા જિલ્‍લામાં ૧૦ બેઠકો, બનાસકાંઠા અને રાજકોટમાં ૮-૮ બેઠકો, મહેસાણા, આણંદ અને ભાવનગરમાં ૭-૭ બેઠકો, કચ્‍છ, ખેડા અને દાહોદમાં ૬-૬ બેઠકો અને ગાંધીનગર, પંચમહાલ, ભરૂચ, વલસાડ, અમરેલી અને સુરેન્‍દ્રનગરમાં ૫-૫ બેઠકો થઈ જશે9:53 AM IST

પુણેના ચકચારી કેતન અગ્રવાલ હત્યા કેસમાં મંગેતર સિયા ગોયલનો વધુ એક ચોંકાવનારો ખુલાસો; 'તે માથા પર વિગ પહેરતો હતો જે મને બિલકુલ પસંદ નહોતું', સામાજિક પ્રતિષ્ઠા અને બદનામીના ડરથી સગાઈ તોડવાને બદલે પ્રેમી સાથે મળીને રચી નાખ્યું મોતના ઘાટ ઉતારવાનું ભયાનક ષડયંત્ર : ​લોહગઢ કિલ્લા પરથી ધકેલીને અકસ્માતમાં ખપાવી દેવાયેલી હત્યાના મામલામાં તપાસ જેમ-જેમ આગળ વધી રહી છે તેમ-તેમ રોજ નવા ખુલાસા: હત્યારી યુવતીએ સગાઈ તોડવાને બદલે મર્ડર કરવાનો વિકલ્પ કેમ પસંદ કર્યો અને કઈ રીતે પોતાના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને કૅફેમાં હત્યાનું અંતિમ પ્લાનિંગ કર્યું તેની સંપૂર્ણ વિગતો પોલીસ તપાસમાં આવી બહાર4:15 PM IST

નાના કર્મચારીઓને નિશાન બનાવવાનું બંધ કરોઃ મોટા માથાઓ પર કાર્યવાહી કરોઃ રાય : અયોધ્‍યા રામ મંદિર ભંડોળ વિવાદઃ યુપી કોંગ્રેસ અધ્‍યક્ષ અજય રાયનો એસઆઈટી તપાસ અને ભાજપ પર આકરો પ્રહારઃ કહ્યું કે યુપી કોંગ્રેસ અધ્‍યક્ષે સીધો આક્ષેપ કર્યો કે ટ્રસ્‍ટના ચેરમેન નૃપેન્‍દ્ર મિશ્રા, ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેવા જવાબદાર લોકો પર મુકદ્દમો દાખલ થવો જોઈએ જેઓ બધો માલ ચંપત કરી ગયા છેઃ જેમણે કમિશન ખાધું છેઃ જેના રેકોર્ડ પણ મોજૂદ છે એસઆઈટીની વિશ્વસનીયતા પર સવાલ, એસઆઈટીના વડા પોતે દાગી અધિકારી છે! સમગ્ર ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્‍લામાં કોંગ્રેસના જબરજસ્‍ત દેખાવોના પગલે ભારે દબાણ સર્જાતા એફઆઈઆર નોંધાઈ હોવાનો અજય રાયનો દાવો3:03 PM IST

અયોધ્યા રામ મંદિર દાન ઉચાપત કેસમાં મોટો ધડાકો : ઉત્તર પ્રદેશ સરકારના આદેશથી એફઆઈઆર દાખલ : અનુકલ્પ મિશ્રા અને લવકુશ મિશ્રા સહિતના નામ ખૂલ્યા : કરોડોના ચઢાવાની ચોરીના મામલામાં યોગી આદિત્યનાથની કડક કાર્યવાહી : હદ થઈ ગઈ : દાનના રૂપિયાની ગણતરીની જવાબદારી સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા એસબીઆઈને સોંપવામાં આવી હતી, પરંતુ બૅન્કે આ કામગીરી વારાણસીની એક ખાનગી એજન્સીને આપી દીધી હતી : એજન્સીએ સુરક્ષાના નિયમોને નેવે મૂકીને અંગત ભલામણોના આધારે સ્થાનિક યુવાનોની ભરતી કરી લીધી હતી : બીએનએસ ની કલમ ૩૦૬, ૩૧૬ ૫, ૩૧૭ ૪, ૩૧૭ ૫, ૬૧ અને ૩ ૫ હેઠળ નોંધાયો ગુનો : એસઆઈટી તપાસ બાદ પોલીસની મોટી કાર્યવાહી : ટિન્નુ યાદવ, મનીષ યાદવ, અવિનાશ શુક્લા પણ કાયદાના સકંજામાં9:27 PM IST

અયોધ્યા રામ મંદિર ભંડોળ વિવાદ : યુપી કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયનો એસઆઈટી તપાસ અને ભાજપ પર આકરો પ્રહાર : કહ્યું કે "નાના કર્મચારીઓને નિશાન બનાવવાનું બંધ કરો: મોટા માથાઓ પર કાર્યવાહી કરો" : એસઆઈટીની વિશ્વસનીયતા પર સવાલ, એસઆઈટીના વડા પોતે દાગી અધિકારી છે! : ગઈકાલે સમગ્ર ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લામાં કોંગ્રેસના જબરજસ્ત દેખાવોના પગલે ભારે દબાણ સર્જાતા એફઆઈઆર નોંધાઈ હોવાનો અજય રાયનો દાવો : યુપી કોંગ્રેસ અધ્યક્ષે સીધો આક્ષેપ કર્યો કે ટ્રસ્ટના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રા, ચંપત રાય, ગોપાલ રાવ અને અનિલ મિશ્રા જેવા જવાબદાર લોકો પર મુકદ્દમો દાખલ થવો જોઈએ જેઓ બધો માલ ચંપત કરી ગયા છે: જેમણે કમિશન ખાધું છે: જેના રેકોર્ડ પણ મોજૂદ છે11:26 PM IST