<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th October 2024

એશ્વર્યા રાયના ફેમિલી ફંક્શનમાં ન દેખાયો અભિષેક:ફરી છૂટાછેડાની વાતને મળ્યો વેગ

છેલ્લાં ઘણાં સમયથી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જાહેરમાં સાથે જોવા મળ્યા નથી. જે છૂટાછેડાની અફવાઓને જોર આપે છે

મુંબઈ :એશ્વર્યા રાય અને તેના પતિ અભિષેક બચ્ચન વચ્ચેના સંબંધો છેલ્લા ઘણાં સમયથી ચર્ચાનો વિષય છે. અવારનવાર સમાચાર આવતા રહે છે કે એશ્વર્યા અને અભિષેક વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું અને કપલના છૂટાછેડા થઈ ગયા છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

આ વચ્ચે એશ્વર્યા રાય અને તેની પુત્રી આરાધ્યા બચ્ચનની એક લેટેસ્ટ તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી છે, જે ઐશના ફેમિલી ફંક્શનની હોવાનું કહેવાય છે. નોંધનીય બાબત એ છે કે ફોટામાંથી અભિષેક બચ્ચન ગાયબ છે.

  આ ફોટો સામે આવ્યા બાદ એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના છૂટાછેડાના સમાચારે ફરી જોર પકડ્યું છે. ઘણા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે કપલ ખરેખર અલગ થઈ ગયું છે. હકિકતમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીર એશ્વર્યાના એક પિતરાઈ ભાઈની બર્થડે સેલિબ્રેશન પાર્ટી દરમિયાન લેવામાં આવી હતી. જેમાં અભિનેત્રીની પુત્રી આરાધ્યા અને માતા સિવાય પરિવારના અન્ય સભ્યો પણ સાથે જોવા મળે છે. આ પાર્ટીમાંથી માત્ર અભિષેક બચ્ચન ગાયબ છે. જે પછી યુઝર્સને એશ અને અભિ વચ્ચેના સંબંધો વિશે ચર્ચા કરવાની બીજી તક મળી છે.  

છેલ્લાં ઘણાં સમયથી એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન જાહેરમાં સાથે જોવા મળ્યા નથી. જે છૂટાછેડાની અફવાઓને જોર આપે છે. જોકે તેમના સંબંધોમાં શું ચાલી રહ્યું છે શું નહીં તે તો સમય જ કહેશે.

આજે એટલે કે 23 ઓક્ટોબરે અભિનેતા અભિષેક બચ્ચનની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકની જાહેરાત કરવામાં આવી છે. મેકર્સ દ્વારા ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

નોંધનીય વાત એ છે કે અભિષેકની આ ફિલ્મ દિગ્ગજ દિગ્દર્શક સુજીત સરકારે ડિરેક્ટ કરી છે. આ સિવાય ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. જેના આધારે આઈ વોન્ટ ટુ ટોક 22 નવેમ્બર 2024ના રોજ મોટા પડદા પર રિલીઝ થશે.

(12:23 AM IST)