News of Thursday, 24th October 2024
સોના-ચાંદીમાં ઊંચા મથાળે વેચવાલી : ભાવમાં દબાણ : જાણો દિલ્હી-અમદાવદમાં શું રહ્યા ભાવ
દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 300 ઘટયા: ચાંદીમાં છેલ્લા છ સેશન દરમિયાન સતત ઘટાડા તરફી માહોલ

નવી દિલ્હી :ભારતીય બુલિયન માર્કેટમાં ઊંચા મથાળે સોના અને ચાંદીના ભાવ (Gold, silver prices)માં ઘટાડાનો માહોલ જોવા મળ્યો છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી ખાતે સોનાના 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 300 ઘટીને રૂપિયા 81,200 થયા છે. જ્યારે ચાંદીમાં છેલ્લા છ સેશન દરમિયાન સતત ઘટાડા તરફી માહોલ જોવા મળી રહ્યો છે.
દિલ્હી ખાતે ચાંદીનો ભાવ રૂપિયા 1,000 ગગડીને રૂપિયા 1,00,1000 થઈ થયો છે. દિલ્હી ખાતે સોનુ (99.5)નો ભાવ રૂપિયા 300 ઘટી રૂપિયા 80,800 થયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX)નો ડિસેમ્બર ડિલિવરી રૂપિયા 549 ઘટી રૂપિયા 78,361 થયો છે.
દરમિયાન આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ ઔંસદીઠ 2,750 ડોલર પર ક્વોટ થયા છે. જ્યારે ચાંદીનો ઔંસદીઠ ભાવ 34.42 ડોલર થયા છે.
અમેરિકાના આર્થિક આંકડા જાહેર થવાના હોઈ બજાર વર્ગ તેની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત US ફેડરલ રિઝર્વની નાણાં નીતિ અંગે બેઠકમાં વ્યાજ અંગે નિર્ણય લેવામાં આવશે.
દરમિયાન અમદાવાદ ખાતે સોના અને ચાંદીના ભાવમાં નફારૂપી વેચવાલી વચ્ચે પીછેહઠ જોવા મળતી હતી. અમદાવાદ ચાંદીનો કીલો દીઠ ભાવ રૂપિયા 99,000થી રૂપિયા 1,000 ઘટીને રૂપિયા 98,000 થયો છે.
જ્યારે અમદાવાદ સોનુ (99.9)નો 10 ગ્રામદીઠ ભાવ રૂપિયા 81,500થી રૂપિયા 500 ઘટી રૂપિયા 81,000 રહ્યો છે. જ્યારે અમદાવાદ સોનુ (99.5) 10 ગ્રામનો ભાવ રૂપિયા 81,300થી રૂપિયા 500 ઘટી રૂપિયા 80,800 રહ્યો છે
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
