તા. ૭ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૨ શુક્રવાર
News of Thursday, 24th October 2024
કાશ્મીરના ગુલમર્ગમાં સેનાના વાહન પર આતંકી હુમલો:2 જવાન શહીદ : 2 કુલીઓ પણ માર્યા ગયા
આતંકીઓએ સેનાના બે પોર્ટરની પણ હત્યા કરી :છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજો આતંકી હુમલો

જમ્મુ-કાશ્મીરના ગુલમર્ગમાં ભારતીય સેનાના વાહન પર આતંકી હુમલો થયો છે. આ હુમલામાં સેનાના બે જવાન શહીદ થયા છે. આ સિવાય આતંકીઓએ સેનાના બે પોર્ટરને પણ માર્યા છે. અન્ય ત્રણ જવાનો ઘાયલ થયા છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ વિસ્તારને સીલ કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.
જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસમાં આ ત્રીજો મોટો હુમલો છે. આ પહેલા 20 ઓક્ટોબરે ગાંદરબલમાં આતંકવાદી હુમલામાં ડોક્ટર સહિત 7 લોકોના મોત થયા હતા. ગુરુવારે સવારે પણ એક બિન-પ્રવાસી મજૂરને આતંકવાદીઓએ ગોળી મારી હતી.
ગુલમર્ગમાં થયેલા આતંકવાદી હુમલા અંગે સેનાના અધિકારીઓએ પીટીઆઈને માહિતી આપી હતી કે બારામુલ્લા જિલ્લાના બોટાપથરી ખાતે આતંકવાદીઓએ વાહન પર ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં બે જવાન શહીદ થયા હતા. આ સિવાય આતંકીઓએ ફાયરિંગમાં સેનાના બે પોર્ટરને પણ માર્યા હતા. આતંકી હુમલામાં સેનાના ત્રણ જવાન પણ ઘાયલ થયા છે
સેનાએ નિવેદનમાં કહ્યું કે ઘાયલ સૈનિકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, અને વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ગુલમર્ગમાં સેનાના વાહન પર આતંકવાદી હુમલાના કલાકો પહેલા પુલવામામાં શંકાસ્પદ આતંકવાદી હુમલામાં એક બિન-સ્થાનિક મજૂર ઘાયલ થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે આતંકવાદી ગોળીબારમાં ઘાયલ થયેલા મજૂરની ઓળખ ઉત્તર પ્રદેશના રહેવાસી શુભમ કુમાર તરીકે થઈ છે. તેને આજે સવારે બાટાગુંડ ગામમાં આતંકવાદીઓએ ગોળી મારી હતી. ગોળી તેના હાથમાં વાગી હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
