તા. ૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧ શુક્રવાર
News of Saturday, 26th October 2024
ચક્રવાત 'દાના' નબળુ પડ્યું:હવે કોઈ પણ જગ્યાએ કોઈ જોખમ નથી : હવામાન વિભાગે આપી માહિતી
તટ પ્રદેશમાં રહેતા લોકોને મોટી રાહત : ભારે વરસાદ અથવા તો માછીમારોને માટે કોઈ ચેતવણી નથી

નવી દદિલ્હી :ચક્રવાત 'દાના'ને લઈ મહત્વની માહિતી સામે આવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ના નિર્દેશક મનોરા મોહંતીએ કહ્યું છે કે હવે આ ચક્રવાત નબળુ પડી ગયું છે અને હળવા દબાણના ક્ષેત્રનું સ્વરૂપ ધારણ કરી લીધુ છે.
આ દબાણ વિસ્તાર ઉત્તર ઓડિશા સ્થિત છે અને આગામી 12 કલાકમાં તે વધુ નબળુ પડશે, બિન અસરકારક બની જશે. આજથી ભારે વરસાદ અથવા તો માછીમારોને માટે કોઈ ચેતવણી નથી.
ચક્રવાત 'દાના'થી હવે દેશમાં ક્યાય કોઈ જ પ્રકારનું જોખમ કે ખતરો નથી. આ સાથે હવે તટ પ્રદેશમાં રહેતા લોકોને મોટી રાહત મળી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત શુક્રવારે જ્યારે તે ઓડિશાના તટ વિસ્તારમાં ત્રાટક્યું ત્યારે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદ થયો હતો અને ખેતીવાડીને નુકસાન પહોંચ્યું હતું.
રાજ્યના અધિકારીઓના પ્રાથમિક અંદાજ મુજબ, લગભગ 1.75 લાખ એકર ખેતીલાયક જમીન પર ઉભા પાક નાશ પામ્યા હતા, જ્યારે ચક્રવાતના ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે 2.80 લાખ એકર જમીન ડૂબી ગઈ હતી.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
