<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

પંજાબમાં અત્યાર સુધીનું સૌથી મોટું હેરોઈનનું કન્સાઈનમેન્ટ ઝડપાયું ;105 કિલો હેરોઈન અને છ હથિયારો સાથે બે આરોપીને દબોચી લેવાયા

પોલીસ ટીમોએ 31.93 કિલો કેફીન એનહાઇડ્રસ અને 17 કિલો ડીએમઆર પણ રિકવર કર્યું

પંજાબ પોલીસે રાજ્યમાં અત્યાર સુધીનો સૌથી મોટો હેરોઈનનો જથ્થો ઝડપ્યો છે. પોલીસે 105 કિલો હેરોઈન અને છ હથિયારો સાથે બે લોકોને પકડી પાડ્યા છે. ડીજીપી ગૌરવ યાદવે જણાવ્યું હતું કે, પોલીસ ટીમોએ 31.93 કિલો કેફીન એનહાઇડ્રસ અને 17 કિલો ડીએમઆર પણ રિકવર કર્યું હતું, જેનો ઉપયોગ હેરોઇનની માત્રા ચાર ગણો વધારવા માટે કરવામાં આવી રહ્યો હતો. તુર્કિયે સ્થિત દાણચોર નવપ્રીત સિંહ ઉર્ફે નવ ભુલ્લર પાકિસ્તાન સ્થિત આ સીમા પાર દાણચોરીના રેકેટ પાછળ હોવાનું કહેવાય છે.



 

(10:35 PM IST)