<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th October 2024

ઇઝરાયેલ હિઝબુલ્લાહના વધુ એક કમાન્ડરને ઠાર કર્યો:IDF સૈનિકો પર મિસાઈલ હુમલામાં હતો દોષિત

ઇઝરાયેલી સેનાએ કહ્યું -હિઝબુલ્લાહના કમાન્ડર અહમદ જાફરી માટોકને IDFના હુમલામાં મારવામાં આવ્યો

ઇઝરાયેલી સેનાએ કહ્યું -હિઝબુલ્લાહના કમાન્ડર અહમદ જાફરી માટોકને IDFના હુમલામાં મારવામાં આવ્યો

નવી દિલ્હી :ઈઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહના વધુ એક ખુખાર કમાન્ડરને હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. ઈઝરાયેલી સેનાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આ અંગે માહિતી આપી છે કે હિઝબુલ્લાહના કમાન્ડર અહમદ જાફરી માટોકને IDFના હુમલામાં મારવામાં આવ્યો છે.

સેનાએ કહ્યું કે આ કમાન્ડરને મારવામાં આવ્યો તેના આગળના દિવસે ઈઝરાયેલની વાયુસેનાએ બિન્ટ જેબિલ વિસ્તારમાં તેના ઉત્તરાધિકારી અને તોપખાનના હિઝબુલ્લાના વડાને પણ હુમલામાં મારવામાં આવ્યો હતો.

ઈઝરાયેલી સેનાએ કહ્યું કે આ આતંકવાદીઓએ બિન્ટ જેબિલ વિસ્તારથી અનેક આતંકવાદી હુમલાનું સંચાલન કરવામાં આવતુ હું. દક્ષિણી લેબેનોનમાં સક્રિય ઈઝરાયેલી નાગરિકો અને IDF સૈનિકો પર ટેન્ક વિરોધી મિસાઈલો તેમના દ્વારા છોડવામાં આવી હતી. ઈઝરાયેલની સેના કેટલાક સમયથી તેમને શોધી રહી હતી.

ઇઝરાયેલી સેના ગાઝામાં હમાસ અને લેબનોનમાં હિઝબુલ્લાહનો સંપૂર્ણ ખાતમો કરવા માટે અભિયાન ચલાવી રહી છે. તે આતંકવાદી સંગઠનો પર જમીન અને હવાઈ સ્તરેથી સતત હુમલા કરી રહ્યું છે. અત્યાર સુધી હમાસના ઈસ્માઈલ હાનિયા, યાહ્યા સિનવાર સહિત તેના અનેક મુખ્ય કમાન્ડર ઈઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે.

આ ઉપરાંત હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ, તેના પછી નવા ચીફ હાશિમ સફીદ્દીન અને અન્ય હિઝબુલ્લાના આતંકવાદીઓ પણ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા છે. સંગઠનના અન્ય કમાન્ડરો અને સભ્યોને સંપૂર્ણ રીતે ખતમ ન થાય ત્યાં સુધી ઇઝરાયેલી સેના ગાઝા અને લેબનોનમાં સઘન બોમ્બમારો કરી રહી છે.

(11:39 PM IST)