News of Monday, 28th October 2024
રસોયાએ પોતાના માટે પણ રાખ્યો રસોઇયો

બેંગ્લોર,તા. ૨૮: આ વાંચીને પગ તળેથી ધરતી ખસી ન જાય એ જોજો. કારણ કે વાત જ એવી છે. બેન્ગલોરના ૨૭ વર્ષના યુવાને રેડિટ નામની સોશ્યલ સાઇટ પર કહ્યું કે તેણે જે રસોઇયો રાખ્યો છે તેણે પણ પોતાને માટે રસોઇયો રાખ્યો છે. આ વાત સાંભળીને યુવાન પોતે સડક થઈ ગયો. તેણે પોતાના રસોઇયાને ઘરનાં કામ કરવા માટે બાઈ શોધી લાવવા કહ્યું હતું. રસોઇયાએ કહ્યું કે એક બાઈ છે, પણ તે ૩૦૦૦ રૂપિયા લેશે. યુવાને કહ્યું કે મારા ૨ બીએચકે ફલેટમાં પહેલાંની કામવાળી હતી તેને ૨૦૦૦ રૂપિયા આપતો હતો. એ પછી રસોઇયાએ કહ્યું કે પોતે ૧ બીએચકે અપાર્ટમેન્ટમાં રહે છે તો પણ તેણે રસોઇયો રાખ્યો છે અને તેને મહિને ૨૫૦૦ રૂપિયા ચૂકવે છે અને કામવાળી બાઈને ૩૦૦૦ રૂપિયાનો પગાર આપે છે. આ પોસ્ટ વાઇરલ થઈ તો બીજા કેટલાક લોકોએ પણ પોતાનાં દુઃખડાં રોયાં હતાં. એકે કહ્યું કે મારો રસોઇયો ફલાઇટમાં ઘરે ગયો હતો.
(9:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
