<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

મંગેતર સાથે મંદિરેથી આવતી યુવતી પર સામૂહિક દુષ્‍કર્મઃ ઓડિશામાં ૩ નરાધમો પોલીસના સકંજામાં

નયાગઢ,તા. ૨૮: ઓડિશા નયાગઢ જિલ્લામાં મંદિરેથી પૂજા કરીને પરત ફરી રહેલા એક મહિલા પર ગેંગરેપની ચકચારી ઘટના બની છે. ૨૧ વર્ષીય પીડિત મહિલાની ફરિયાદના આધઆરે પોલીસે કેસ નોંધી આ મામલે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીએ જણાવ્‍યા પ્રમાણે, ૨૦ ઓક્‍ટોબરે સાંજે મહિલા તેના મંગેતર સાથે ફતેહગઢ રામ મંદિરે દર્શન કરી પરત ફરી રહી હતી. તે દરમિયાન અમુક લોકોએ તેમને પિથાખાઈ જંગલ પાસે રોકી મહિલાના મંગેતરને ચાકુ બતાવી મહિલા પર ગેંગ રેપ કર્યો હતો. ઘટનાના ત્રણ દિવસ બાદ ૨૪ ઓક્‍ટોબરે મહિલાએ આ મામલે ફરિયાદ નોંધાવી હતી.

પીડિતાએ જણાવ્‍યુ હતું કે, આરોપીઓએ ગેંગરેપ દરમિયાન તેનો વીડિયો પણ બનાવ્‍યો હતો. અને તેને સોશિયલ મીડિયા પર પોસ્‍ટ કરી દીધો હતો. આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. ઓડિશા પોલીસે આ મામલે ત્રણ આરોપીની ઘરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(9:38 AM IST)