News of Monday, 28th October 2024
બાંગ્લાદેશમાં હિન્દુઓનો બહિષ્કાર! નોકરી છોડવા મળી રહી છે ધમકીઓ
બદનામ કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે

ઢાકા,તા. ૨૮: બાંગ્લાદેશમાં વિદ્યાર્થી આંદોલન બાદ દેશભરમાં ફાટી નીકળેલી હિંસા દરમિયાન હિંદુ સમુદાયના લોકો પર હુમલાની ઘટનાઓ બની હતી. શેખ હસીનાના રાજીનામા અને વચગાળાની સરકાર રચાયા બાદ સીધા હુમલા ભલે ઓછા થયા હોય, પરંતુ બાંગ્લાદેશમાં હિંદુઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી. બગડતા રાજકીય વાતાવરણમાં હિંદુઓ ભેદભાવ અને ધમકીઓનો સામનો કરી રહ્યા છે.
અહેવાલ મુજબ, બાંગ્લાદેશમાં હિંદુઓ માત્ર ભેદભાવનો જ નહીં પરંતુ શારીરિક હિંસાથી માંડીને સામાજિક બહિષ્કાર સુધીની ધમકીઓનો પણ સામનો કરી રહ્યા છે. આ સાથે તેમને બદનામ કરવા માટે વિવિધ પ્રકારના અભિયાનો ચલાવવામાં આવી રહ્યા છે.
શેખ હસીનાની હકાલપટ્ટી બાદ ૫ ઓગસ્ટના રોજ નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યુનુસની આગેવાની હેઠળ વચગાળાની સરકારે સત્તા સંભાળી. આ પછી પણ દેશમાં કટ્ટરવાદી જૂથો દ્વારા ધાર્મિક લઘુમતીઓ સામે હિંસા અને ભેદભાવની ઘટનાઓ બની છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચિત્તાગોંગ યુનિવર્સિટીના ઈતિહાસ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર રોન્ટુ દાસને કથિત રીતે રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવી હતી. આ સિવાય તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી હતી.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
