News of Monday, 28th October 2024
ચિત્રકૂટની મુલાકાતે આવેલા CMએ રોડ કિનારે ચાના સ્ટોલ પર ચા બનાવી
તેમની સાથે હાજર તેમની પત્નિએ કહ્યું- તેમણે અમને કયારેય પીવડાવી નથી : મુખ્યમંત્રીએ વીડિયો 'x' પર શેર કર્યો અને લખ્યું કે, ‘આજની ચા બહેન નહીં પણ ભાઈ બનાવશે'

સતના, તા.૨૮: સતનામાં ચિત્રકૂટની મુલાકાતે આવેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની અનોખી શૈલી જોવા મળી હતી. કામદગીરી પર્વત પર ભગવાન કામતાનાથની પરિક્રમા કર્યા બાદ મુખ્યમંત્રી અચાનક રસ્તાની બાજુમાં આવેલી ચાની દુકાન પર પહોંચ્યા અને ચા બનાવવા લાગ્યા.
વાસ્તવમાં મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમની પત્ની સીમા યાદવ મંદિરોમાં દર્શન કરવા ચિત્રકૂટ ગયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રીએ રસ્તાની બાજુમાં રેલિંગની પેલે પાર ચાની સ્ટોલ જોઈ. તે વાંકા વળીને રેલિંગ ઓળંગીને સ્ટોલ પર પહોંચ્યા, અને તેની માલિક રાધા સાથે વાત કરી અને ચા બનાવવા લાગ્યા. ત્યારે ત્યાં ઉભેલી પત્નીએ પૂછયું, ‘તમે કયારેય અમને ચા બનાવીને પીરસી છે'?
આના પર સીએમ યાદવે કહ્યું, આ મારી બહેન છે, હું તેને પીવડાવીશ, તમે થોડી મારી બહેન જેવી છો. હું મારી બહેન માટે ચા બનાવીશ (સ્ટોલ માલિકનો ઉલ્લેખ કરીને). આ પછી તેમણે ચાનો સ્વાદ વધારવા માટે આદુને પીસવાનું શરૂ કર્યું. યાદવ જ્યારે ચા બનાવી રહ્યા હતા ત્યારે તેમની પત્નીએ તેમને વધારે ખાંડ ન ઉમેરવા કહ્યું.
તેમણે અનેક કપમાં ચા રેડી અને તેને સ્થાનિક ભાજપના ધારાસભ્યો, મંત્રીઓ અને સ્ટોલ પર હાજર લોકોમાં વહેંચી, જેમાં ઘણી મહિલાઓ પણ સામેલ હતી. ચાની દુકાનના માલિકને ચાના પૈસા પણ આપ્યા.
તેમની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી મોહન યાદવે સપત્નિક શ્રી કામતાનાથ મંદિરની પાંચ કિલોમીટરની પરિક્રમા પણ કરી હતી. મુખ્યમંત્રીએ આ વીડિયો 'x' પર શેર કર્યો અને લખ્યું કે, ‘આજની ચા બહેન નહીં પણ ભાઈ બનાવશે.'
બીજી તરફ ઈન્દોરમાં એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ એક દુકાનમાંથી ગરમ કપડાં ખરીદ્યા હતા. ભીલાલા સમાજ દ્વારા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ દિવાળી પર લોકો માટે વોકલને પ્રોત્સાહન આપ્યું હતું.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
