<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

અમેરિકા, ફ્રાન્‍સ, આર્મેનિયા... ભારતના ત્રણ સૌથી મોટા ડિફેન્‍સ બાયર્સ

ભારતનો વિકસતો સંરક્ષણ ઉદ્યોગ વૈશ્વિક સ્‍તરે ૧૦૦ થી વધુ દેશોને શસ્ત્રો અને સાધનોનો સપ્‍લાય કરે છે : સરકાર ખાનગી કંપનીઓને સરળતાથી લાયસન્‍સ આપી રહી છે : વૈશ્વિક સ્‍તરે શસ્ત્રોની નિકાસને પ્રોત્‍સાહન આપવામાં આવી રહ્યું છે

 

વોશિંગ્‍ટન, તા.૨૮: ભારતની સંરક્ષણ નિકાસ ઝડપથી વધી રહી છે. છેલ્લા ૧૦ વર્ષમાં ભારતની સંરક્ષણ નિકાસ ૩૦ ગણીથી વધુ વધી છે. દરમિયાન, એવું બહાર આવ્‍યું છે કે અમેરિકા, ફ્રાન્‍સ અને આર્મેનિયા ભારતીય સૈન્‍ય નિકાસના ટોચના ત્રણ ગ્રાહકો તરીકે ઉભરી આવ્‍યા છે. સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્‍યું કે ભારત હાલમાં વિશ્વના ૧૦૦થી વધુ દેશોમાં સૈન્‍ય ઉપકરણોની નિકાસ કરી રહ્યું છે. છેલ્લા નાણાકીય વર્ષમાં ભારત પાસેથી શસ્ત્રો ખરીદવાના મામલે ટોચના ત્રણ દેશોમાં અમેરિકા, ફ્રાન્‍સ અને આર્મેનિયાનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલય દેશમાં સંરક્ષણ નિકાસ અને ઉત્‍પાદનને પ્રોત્‍સાહન આપી રહ્યું છે, જેથી આંતરિક અને આંતરરાષ્‍ટ્રીય જરૂરિયાતોને પહોંચી વળવા આ ઉપકરણોના સ્‍થાનિક ઉત્‍પાદનમાં સુધારો કરી શકાય.

યુએસમાં નિકાસમાં લોકહીડ માર્ટિન અને બોઇંગ જેવી વૈશ્વિક સંરક્ષણ કંપનીઓ માટે ભારતીય કંપનીઓ દ્વારા ઉત્‍પાદિત વિમાનો અને હેલિકોપ્‍ટરના મહત્‍વપૂર્ણ ભાગોનો સમાવેશ થાય છે, એમ સૂત્રોએ જણાવ્‍યું હતું. ફ્રાંસની નિકાસમાં ઘણાં સોફ્‌ટવેર અને ઈલેક્‍ટ્રોનિક સાધનોનો સમાવેશ થાય છે, જ્‍યારે આર્મેનિયામાં નિકાસમાં ખ્‍વ્‍ખ્‍ઞ્‍લ્‍ આર્ટિલરી ગન, પિનાકા મલ્‍ટી-બેરલ રોકેટ લોન્‍ચર સિસ્‍ટમ્‍સ, સ્‍વાતિ વેપન લોકેટિંગ રડાર અને અન્‍ય ક્રિટિકલ સિસ્‍ટમ્‍સનો સમાવેશ થાય છે.

સત્તાવાર સૂત્રોએ જણાવ્‍યું હતું કે સંરક્ષણ ઔદ્યોગિક આધાર ૧૬ સંરક્ષણ જાહેર ક્ષેત્રના એકમો, ૪૩૦ લાઇસન્‍સવાળી કંપનીઓ અને ૧૬૦૦૦ મધ્‍યમ અને નાના સાહસોની હાજરી સાથે વિસ્‍તરી રહ્યો છે. સૂત્રોએ જણાવ્‍યું હતું કે ૨૦૧૪-૧૫થી દેશમાં સંરક્ષણ ઉત્‍પાદનના મૂલ્‍યમાં નોંધપાત્ર વધારો થયો છે. ૨૦૧૪-૧૫ થી ઉત્‍પાદનના મૂલ્‍યમાં લગભગ ત્રણ ગણો વધારો થયો છે. ૨૦૧૪-૧૫માં, ભારતીય કંપનીઓએ રૂ. ૪૬,૪૨૯ કરોડના સાધનો બનાવ્‍યા હતા, જ્‍યારે અગાઉના નાણાકીય વર્ષમાં તે રૂ. ૧.૨૭,૨૬૫ કરોડ હતા, તેમણે જણાવ્‍યું હતું. જણાવ્‍યું હતું.

ઉત્‍પાદનના આ મૂલ્‍યમાં ખાનગી ક્ષેત્રનો ફાળો ૨૧ ટકા છે. દેશમાં ઉત્‍પાદિત મુખ્‍ય સંરક્ષણ પ્‍લેટફોર્મ્‍સમાં એલસીએ તેજસ ફાઇટર જેટ, એરક્રાફ્‌ટ કેરિયર્સ, યુદ્ધ જહાજો, સબમરીન, ધનુષ આર્ટિલરી ગન સિસ્‍ટમ, એમબીટી અર્જુન, એડવાન્‍સ ટોવ્‍ડ આર્ટિલરી ગન સિસ્‍ટમ લાઇટ સ્‍પેશિયાલિસ્‍ટ વ્‍હીકલ, હાઇ મોબિલિટી વ્‍હીકલ, વેપન લોકેટિંગ રડાર, ૩ડી રડાર ટેક્રિકલ કન્‍ટ્રોલનો સમાવેશ થાય છે. સોફ્‌ટવેર ડિફાઈન્‍ડ રેડિયો અને આકાશ મિસાઈલ સિસ્‍ટમ સામેલ છે.(

(9:45 AM IST)