<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

વિજ્ઞાન ભૈરવ તંત્ર- ૧૧૨ ધ્‍યાનની વિધીઓ ૧૨

જીવનના ઉથલ-પાથલથી શાંત રહેવાની શકિતશાળી ધ્‍યાન વિધીઓ

     આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૯ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

  સ્‍થળઃ

ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

વિધીઃ- ૧૨ ‘‘જયારે કોઇ પથારી કે આસન ઉપર હોવ તો પોતાને વજનશૂન્‍ય થઇ જવા દો- મનની પાર''

વજનશૂન્‍ય થવા માટે સિધ્‍ધાસાન સર્વશ્રેષ્‍ઠ છે. પગ અને હાથ બાંધીને સિધ્‍ધાસનમાં બેસવું બહુ ઉપયોગી થાય છે.  કારણ કે તમારી આંતરિક વિદ્યુત એક વર્તુળ બનાવે છે. કરોડ સીધી રાખો. હવે તમે સમજી શકો છો  કે કરોડ સીધી રાખવા ઉપર આટલું જોર કેમ આપવામાં આવે છે? કારણ કે સીધી કરોડથી ઓછામાં ઓછી જગા રોકાય છે. ત્‍યારે ગુરૂત્‍વાકર્ષણનો પ્રભાવ ઓછો રહે છે. આંખો બંધ રાખીને પોતાને પુરી રીતે સંતુલિત કરી લો, પોતાને કેન્‍દ્રિત કરી લો. પ્રથમ જમણી બાજુ નમીને ગુરૂત્‍વાકર્ષણનો અનુભવ કરો અને પછી ડાબી બાજુ નમીને ગુરૂત્‍વાકર્ષણનો અનુભવ કરો, આગળ નમીને પણ એનો અનુભવ કરો. ત્‍યારે એ કેન્‍દ્રને શોધો જયા ગુરૂત્‍વાકર્ષણ કે વજન ઓછામાં ઓછુ લાગતુ હોય છે. અને પછી એ સ્‍થિતિમાં સ્‍થિર થઇ જાવ. પછી શરીરને ભૂલી જાઓ અને ભાવ કરો કે તમે વજન નથી, તમે વજનશૂન્‍ય છો, ત્‍યાર પછી એ વજન -શૂન્‍યતાને અનુભવ કરતા રહો. અચાનક તમે વજન-શૂન્‍યથઇ જાઓ છો. અચાનક તમે શરીર રહી જતા નથી. તમે વિદેહ બની જશો. તમે મનથી પાર હશો. (પ-પ)   

સંકલન-તથા ભાષાંતર

સ્‍વામી સત્‍યપ્રકાશજી

મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:02 AM IST)