<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

અમેરિકા - ઇઝરાયલ સામે લોહિયાળ બદલો લેવા ઇરાનની યોજના

અમેરિકા - ઇઝરાયલ ઉપર ખતરાના વાદળો : બ્રિટીશ ઇન્‍ટેલિજન્‍સ એજન્‍સીઓનો ધડાકો : ઇરાન બેલેસ્‍ટિક મિસાઇલથી હુમલો કરી શકે છે : ઇરાનના સત્તાવાળાઓએ ઘડયો છે ખતરનાક પ્‍લાન : વિશ્‍વભરમાં ઇરાની સ્‍લીપર સેલને સક્રિય કરાયા

તેહરાન, તા.૨૮: ઈરાન ઈઝરાયેલ સામે હુમલાનો બદલો લેશે. આ વાત ૧૦૦ ટકા નિશ્‍ચિત છે, પરંતુ આ વખતે ઈરાન ઈઝરાયલથી જ નહીં, અમેરિકાથી પણ બદલો લેશે. ઈરાન અને તેના પ્રોક્‍સીઓ અરેબિયામાં અમેરિકાના સૈન્‍ય મથકને નષ્ટ કરવા માટે લશ્‍કરી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ ગુપ્તચર એજન્‍સીઓને મળેલા ઈનપુટથી ખમેની અને તેની સેનાની ખતરનાક અને લોહિયાળ યોજનાનો ખુલાસો થયો છે.

આ પ્‍લાન મુજબ ઈરાન માત્ર મિસાઈલથી ઈઝરાયેલ પર હુમલો નહીં કરે પરંતુ ઈઝરાયેલની બહાર પોતાના ટાર્ગેટને પણ બ્‍લાસ્‍ટ કરી શકે છે. સૂત્રોના જણાવ્‍યા અનુસાર ઈરાને ઈઝરાયલની સાથે અમેરિકાને પણ નુકસાન પહોંચાડવાની યોજના બનાવી છે. ઈરાન ઈઝરાયેલ પર બેલેસ્‍ટિક મિસાઈલથી હુમલો કરી શકે છે. અમેરિકા અને યુરોપમાં ઈઝરાયેલની દૂતાવાસો જોખમમાં છે. અરેબિયામાં અમેરિકન મિલિટરી બેઝ પર પણ હુમલો કરી શકે છે.

મતલબ કે ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે એક સાથે ત્રણ મોરચા ખોલવા જઈ રહ્યું છે. ઈરાનના સ્‍લીપર સેલ અને આત્‍મઘાતી બોમ્‍બર અમેરિકા અને યુરોપમાં હુમલા કરશે. ઈરાને ઘણા દેશોમાં હાજર તેના સ્‍લીપર સેલને સક્રિય કરી દીધા છે. આત્‍મઘાતી બોમ્‍બરોને પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. ઈઝરાયેલની અંદર આત્‍મઘાતી બોમ્‍બરોને વીવીઆઈપી લોકોને મારવાનું કામ સોંપવામાં આવ્‍યું છે જ્‍યારે ઈઝરાયેલની બહારના સ્‍લીપર સેલને ઈઝરાયેલની દૂતાવાસને ઉડાવી દેવાની જવાબદારી આપવામાં આવી છે.

ઈઝરાયેલના હુમલા બાદ ઈરાન વધુ ખૂંખાર બનવાની યોજના બનાવી રહ્યું છે. ઈરાન ઈઝરાયલ અને અમેરિકા પાસેથી બદલો લેવા તત્‍પર છે. ઈરાન અને તેના પ્રોક્‍સીઓ અરેબિયામાં અમેરિકાના સૈન્‍ય મથકને ખતમ કરવા માટે લશ્‍કરી કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે. બ્રિટિશ ઈન્‍ટેલિજન્‍સ એજન્‍સીઓને મળેલા ઈનપુટ અનુસાર, ખમેની અને તેની સેનાની ખતરનાક અને લોહિયાળ યોજનાનો ખુલાસો થયો છે, જે ઈરાન માત્ર મિસાઈલથી જ નહીં પરંતુ ઈઝરાયેલની બહાર પણ પોતાના ટાર્ગેટને બ્‍લાસ્‍ટ કરી શકે છે. એટલું જ નહીં ઈરાને ઈઝરાયલની સાથે અમેરિકાને પણ પાઠ ભણાવવાની યોજના બનાવી છે. ઈરાન ઈઝરાયેલ પર બેલેસ્‍ટિક મિસાઈલથી હુમલો કરી શકે છે.

અમેરિકા અને યુરોપમાં ઇઝરાયેલી દૂતાવાસો જોખમમાં છે. અરેબિયામાં અમેરિકન મિલિટરી બેઝ પર પણ હુમલો કરી શકે છે. મતલબ કે ઈરાન ઈઝરાયેલ અને અમેરિકા સામે એક સાથે ત્રણ મોરચા ખોલવા જઈ રહ્યું છે. ઈરાનના સ્‍લીપર સેલ અને આત્‍મઘાતી બોમ્‍બર અમેરિકા અને યુરોપમાં હુમલા કરશે.

ઈરાને ઘણા દેશોમાં હાજર તેના સ્‍લીપર સેલને સક્રિય કરી દીધા છે. આત્‍મઘાતી બોમ્‍બરોને પણ તૈનાત કરવામાં આવ્‍યા છે. ઈઝરાયેલની અંદર હાજર આત્‍મઘાતી બોમ્‍બરોને વીવીઆઈપી લોકોને મારવાનું કામ સોંપવામાં આવ્‍યું છે. જ્‍યારે ઈઝરાયેલની બહારના સ્‍લીપર સેલને ઈઝરાયેલની દૂતાવાસને ઉડાવી દેવાની જવાબદારી સોંપવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને ઈરાન વચ્‍ચે ૧ ઓક્‍ટોબરથી યુદ્ધ શરૂ થયું છે, ઈરાન ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. જે બાદ ઈઝરાયેલે લગભગ ૨૬ દિવસ બાદ ઈરાન પર હવાઈ હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી હતી. હુમલાની પુષ્ટિ કરતા, ઇઝરાયેલી સૈન્‍યએ શનિવાર ૨૬ ઓક્‍ટોબરની સવારે ઇરાનમાં લશ્‍કરી લક્ષ્યો પર ચોક્કસ હુમલા કર્યા.

(11:47 AM IST)