<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ભારતનો દર બીજો બુઝર્ગ બે અથવા વધારે રોગગ્રસ્‍ત

હેલ્‍પએજ ઇન્‍ડીયાના સર્વેમાં સામે આવી માહિતી : વીસટકા બુઝર્ગોને પોતાના રોગ વિષે ખબર પણ નથી

નવી દિલ્‍હી તા.ર૮ :  ભારતનો દરેક બીજો બુઝર્ગ બે અથવા તેનાથી  વધારે બીમારીઓથી પીડાય છે. બીન સંક્રમીત રોગો અંગેના હેલ્‍પએજ ઇન્‍ડીયાના સર્વેમાં અનુસાર પ૪ ટકા  બુઝર્ગોમાં બે થી વધારે બિનસંક્રમીત રોગોથી પીડીત હોવાની પુષ્‍ટિ થઇ છે.

દેશના લગભગ ર૬ ટકા એટલે કે દર ચારમાંથી એક બુઝર્ગ ઓછામાં ઓછા એક બિન સંક્રમીત બીમારીથી પીડીત છે. જેમાં ડાયાબીટીસ, હાઇ બ્‍લડપ્રેશર સહિત ઘણા પ્રકારની બીમારીઓ સામેલ છે. સર્વે દરમિયાન ર૦ ટકા બુઝર્ગોએ પોતાની બીમારી  અંગે ખબર નહી હોવાનું કહયુ છે. સર્વેના રિપોર્ટ અનુસાર, ૮૦ વર્ષ અથવા તેનાથી વધારે આયુ વર્ગના મોટાભાગના બુઝર્ગો બે અથવા તેનાથી વધારે બિન સંક્રમીત રોગોથી પીડીત મળ્‍યા.

આ સર્વે માટે ૧૦ રાજયોના ર૦ શહેરોમાં લગભગ પ૦૦૦ થી વધારે બુઝર્ગો સાથે વાતચીત કરવા ઉપરાંત ૧૩૦૦ ડોકટરો પાસેથી પણ માહિતી લેવાઇ હતી. જેમની પાસે બુઝર્ગો સારવાર કરાવવા માટે જતા હોય. અભ્‍યાસમાં જાણવા મળ્‍યું  કે ગત એક વર્ષમાં મોટાભાગના બુઝર્ગ (૭૯ ટકા) સરકારી હોસ્‍પીટલમાં સારવાર માટે ગયા જયારે બાકીનાઓએ ખાનગી હોસ્‍પિટલમાં સારવાર લીધી હતી.

(4:02 PM IST)