News of Monday, 28th October 2024
કમલા હેરીસ પાછળ રહી ગયા : ટ્રમ્પ આગળ
તાજેતરમાં સર્વેમાં કમલાથી આગળ નિકળ્યા ટ્રમ્પ

વોશીંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના એક સર્વેમાં રિપબ્લીક પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ ડેમોક્રેટીક ઉમેદવાર કમલા હેરીસ પર સરસાઇ મેળવવામાં સફળ રહ્યા છે. અમેરિકન અખબાર ‘ધ વોલસ્ટ્રીટ જર્નલ'ના તાજા રાષ્ટ્રીય સર્વેક્ષણ અનુાસર, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પ હેરીસથી બે ટકા આગળ છે.
‘સીએનબીસી ઓલ -અમેરિકા ઇકોનોમિક સર્વે' અનુસાર ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પર ઓગસ્ટથી સરસાઇ જાળવી રાખી છે.
ટ્રમ્પે કમલા હેરિસ પર ટીપ્પણી કરતા કહ્યુ઼ છે કે જો તેણી રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાશે તો ચીનના નેતા શી જીનપિંગ તેણીની સાથે ‘‘બાળકો'' જેમ વર્તશે, ટ્રમ્પ અને તેમના સહયોગીઓ હેરીસને સતત બાળક સમાન ગણાવી રહ્યા છે.
(4:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
