News of Monday, 28th October 2024
પહેલા પાણી માટે સ્થળાંતર કરવુ પડતું હતું, હવે નર્મદાના નીર ગામડે ગામડે પહોંચ્યાઃ નરેન્દ્રભાઇ મોદી
અમરેલી જીલ્લામાં રૂા.૪૮૦૦ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન : રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતનાની ઉપસ્થિતિ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ર૯: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી આજે અમરેલી જીલ્લાના મહેમાન બન્યા છે. અમરેલી ખાતે આજે સાંજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ૪૮૦૦ કરોડના વિકાસકાર્યોનું ખાતમુહુર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ, સાંસદો, ધારાસભ્યો સહિતના ઉપસ્થિત રહયા હતા.
આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાતની ભાજપ સરકારનું પ્રથમ લક્ષ્ય પાણી છે. લોકોને પુરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર સતત કાર્યશીલ હોય છે. પહેલા પાણી માટે લોકોએ સ્થળાંતર કરવું પડતું હતું. પરંતુ હવે ઘરે-ઘરે પાણી આવ્યુ઼ છે અને ગામડે ગામડે નર્મદાના નીર પહોંચ્યા છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, લોકોએ અનેક મુસીબતોનો સામનો કર્યો છે. ત્યાર બાદ હવે લોકોને સુવિધા મળવા લાગી છે. વિકાસને નવી ગતિ મળી છે. હાલનો સમય મંગલકાર્યનો સમય છે. દિવાળી પહેલા જળક્રાંતિના અનેક વિકાસકાર્યોથી લોકોમાં ઉત્સવનો માહોલ છવાયો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ અમરેલીની ધરતીએ અનેક રત્નો આપ્યા છે તેમ કહીને પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઇ મહેતા, કવિ રમેશ પારેખ, કવિ કલાપી, દુલા ભાયા કાગ, પૂ. ભોજલરામ બાપા સહિતનાએ પોતપોતાના ક્ષેત્રમાં અનેક કાર્યો કર્યા છે. અમરેલીએ રાજકીય નેતાઓ પણ આપ્યા છે.
(4:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
