News of Monday, 28th October 2024
રાજસ્થાનની પેટા ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસના ૯ ઉમેદવારો કરોડપતિ
ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ભામ્બુ પાસે ર૧.૬પ કરોડની સંપત્તિ

જયપુર, તા., ર૮: વિધાનસભાની સાત બેઠકો માટે થઇ રહેલ પેટા ચુંટણીમાં મુખ્ય પક્ષો ભાજપ અને કોંગ્રેસ તરફથી કુલ ૧૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. તેમાંથી ૯ ઉમેદવારો કરોડપતિ અને પ લાખોપતિ છે. કરોડપતિ ઉમેદવારો પૈકી ૬ ભાજપના છે. ઝુંઝુનુ બેઠક પરથી ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ભામ્બુ પાસે આશરે ર૧.૬પ કરોડની સંપતિ છે. જયારે ચૌરાસી બેઠક પરથી ભાજપના જ ઉમેદવાર કારીલાલ નનોમાએ રર.૬૭ લાખની સંપતિ જાહેર કરેલ છે. આヘર્યજનક વાત એ છે કે કરોડપતિ ઉમેદવારો પૈકી ઘણાએ કરજ પણ કરી રાખ્યુ઼ છે. કુલ ૯ ઉમેદવારો દેવાદાર છે. સૌથી નાની ઉંમરના ઉમેદવાર રામગઢ બેઠક પરથી કોંગ્રેસના આર્યન જુબેર (ર૭) છે. જયારે સૌથી વધુ ઉંમરવાળા ઉમેદવારો તરીકે દોૈઆના જગમોહન મીણા અને ઝુંઝુનુ ના રાજેન્દ્ર ભામ્બુના નામ છે. તેઓ બન્ને ૬૭ વર્ષના છે. પાંચ ઉમેદવારો પર વિવિધ પ્રકારના કેસ પણ થયેલા છે. એક-એક ઉમેદવાર ડોકટર અને એન્જીનીયર છે. જયારે આઠ ઉમેદવારો પાસે સ્નાતક કે અનુસ્નાતક ડીગ્રી છે. ત્રણ ઉમેદવારોને માત્ર અક્ષરજ્ઞાન જ છે.
ઝુઝુંનુના ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ભામ્બુ પર ૮ કરોડ ૮૦ લાખનુ઼ અને કોંગ્રેસ ઉમેદવાર અમિત ઓલા પર ૩ કરોડ રર લાખ ૭૮ હજારનું દેવુ઼ છે. દેવલી-ઉનીયારાના ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જરના નામે ૧૯ લાખ ૯૮ હજાર ર૪રની લોન બોલે છે. દૌઆના ભાજપ ઉમેદવાર જગમોહન પર ૯.૧૯ લાખ અને કોંગ્રેસના દિનદયાલ બેરવા પર પ.પર લાખનુ઼ દેવું છે. સલુમ્બરના ભાજપ ઉમેદવાર શાંતાદેવી મીણા પર ૪પ હજારનું દેવું છે. ખીંવસરના ભાજપ ઉમેદવાર રેવંતરામ ડાંગા પર રપ,૬પ, ૯૧૮ રૂપીયાનું દેવું છે. ચૌરાસીના કોંગ્રેસ ઉમેદવાર મહેશરોત પર ૬,૦૭,પ૦૦ અને ભાજપના કારીલાલ નનોમા પર ૭પ હજાર રૂપીયાનું દેવું છે.
ઝુંઝુનુના ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ભામ્બુ સોથી વધુ ધનીક ઉમેદવાર છે. તેમની પાસે કુલ ર૧,૬પ,૮૮,૦૬ર રૂપીયા જેટલી સંપતી છે. જેમાં ૬પ,૦પ,૦૬૮ રૂપીયાના ઘરેણા એક કાર અને બે સ્કુટરનો સમાવેશ થાય છે. ઝુંઝુનુના કોંગ્રેસ ઉમેદવાર અમીત ઓલાની કુલ સંપતિ ૩,૪૧,૦૭,૦૦૦ રૂપીયા જેટલી છે.
તેમની પાસે ૧,૬૮,૦૪,૦૦૦ રૂપીયા અને બે કાર છે.
ચૌરાસીના ભાજપ ઉમેદવાર કારીલાલ નનોમા પાસે સૌથી ઓછી સંપતી છે. તેમની કુલ સંપતિ રર,૬૭,૦૦૦ રૂપીયા જેટલી છે. જેમાં ૧ર,પર,૦૦૦ પોતાના નામે તથા ૧૦,૧પ,૦૦૦ રૂપીયા પત્નીના નામે છે. તેમની પાસે દસ તોલા સોનુ અને એક કિલો ચાંદી છે. ચૌરાસીના કોંગ્રેસ ઉમેદવાર મહેશ રોતની કુલ સંપતિ ૩૦,૧૬,૩૬૧ રૂપીયા છે. બી.એ.પી.ના ઉમેદવાર પાસે ફકત ૭.૪૯ લાખ રૂપીયાની જ સંપતિ છે.
દૌસાના ભાજપ ઉમેદવાર જગમોહન મીણાની કુલ સંપતિ ૪.પર કરોડ છે. તેમની પાસે ૭.પ૦ લાખ રૂપીયાના ઘરેણા અને ત્રણ કાર છે. કોંગ્રેસ ઉમેદવાર દીનદયાળ બૈરવા પાસે ૭૬.૬૭ લાખની સંપતિ છે. તેમની પાસે પોતાનું કોઇ વાહન નથી. તેમની સામે એક કોર્ટકેસ પેન્ડીંગ છે.
રામગઢના કોંગ્રેસ ઉમેદવાર આર્યન જુબેની કુલ સંપતિ ર કરોડ ૯૬ લાખ રૂપીયા છે. તેમની પાસે પાંચ તોલા સોનુ બે કાર અને એક ટ્રેકટર છે. તેમની વિરૂધ્ધ બે કોર્ટ કેસ ચાલુ છે. રામગઢનાજ ભાજપ ઉમેદવાર સુખવંતસિંહની કુલ સંપતિ ર કરોડ ૩૭ લાખ છે. તેમની પાસે પ૦ ગ્રામ સોનુ અને તેમના પત્ની પાસે ૧૦૦ ગ્રામ સોનુ છે. તેમની પાસે એક કાર પણ છે. સલુમ્બરના ભાજપ ઉમેદવાર શાંતા દેવી મીણાની કુલ સંપતિ એક કરોડ આઠ લાખ જેટલી છે. તેમની પાસે ૧૦ તોલા સોનુ અને ર કિલો ચાંદી છે.
કોંગ્રેસના રેશમા મીણાની કુલ સંપતિ ૭૭,ર૮,૯પ૮ છે. તેમની પાસે ૩,પ૦,૦૦૦ના સોના ચાંદીના ઘરેણા છે. ખીંવસરના કોંગ્રેસ ઉમેદવારની કુલ સંપતિ ૯,૧૭,પ૦,૦૦૦ છે. તેમની પાસે ૪૮,૮૦,૦૦૦ના ઘરેણા છે. ભાજપ ઉમેદવાર રેવંતરામ ડાંગાની કુલ સંપતિ ર,૪૬,૦૦,૦૦૦ રૂપીયા છે.
દેવલી-ઉનીયારાના ભાજપ ઉમેદવાર રાજેન્દ્ર ગુર્જરની કુલ સંપતિ ૧,૪૦,ર૯,૪૮૩ રૂપીયા છે. તેમની પાસે ૬૦૦ ગ્રામ સોનુ છે. વાહન એક પણ નથી. તેમના વિરૂધ્ધ ર૦૧૦માં ગુર્જર આંદોલન અંતર્ગત રેલ્વેલાઇન ઉખેડવાનો કેસ ચાલુ છે. ઉપરાંત ર૦ર૦માં માલપુરામાં કોવીડ અંતર્ગત પણ એક કેસ દાખલ થયેલો છે. દેવલી, ઉનીયારામાં કોંગ્રેસ ઉમેદવાર કસ્તુરચંદ મીણાની કુલ સંપતિ ૯૪,૭૪,૦૦૦ રૂપીયા છે. તેમની પાસે એક ગાડી અને તેમના પત્ની પાસે ૧૯લાખ રૂપીયાના ઘરેણા છે. તેમની સામે પણ એક કેસ દાખલ થયેલો છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
