News of Monday, 28th October 2024
‘‘ મને તો પોતાના જ નહીં - પારકા પણ વખાણે છે'' રાજસ્થાન પેટા ચૂંટણીમાં ટિકીટ વિતરણ વિષે ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડ નો દાવો
ભાજપ માટે હવામાન અનુકુળ પરંતુ આખરી નિર્ણય જનતા લેશે

જયપુર તા. ૨૮: રાજસ્થાનમાં સાત સીટ પર આવી રહેલા પેટાચૂંટણી સંબંધ રાજકીય નિવેદનબાજી તે જ થઇ ગઇ છે. બધા રાજકીય પક્ષોએ પોતપોતાના દાવેદારો ને ચૂંટણી ના મેદાનમાં ઉતારી દીધા છે.
ભાજપના રાજસ્થાનના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે ટીકીટ વહેંચણી વિષે કહ્યું કોંગ્રેસ નેતાઓ પણ મને કહે છે. આપે પેટાચૂંટણીમાં ટીકીટ વિતરણ સારી રીતે કર્યુ છે.તેમણે ભાજપ મુખ્યલય પર આયોજીત કાર્યશાળા દરમ્યાન કહ્યું હતું કે ભાજપ પંચ નિષ્ઠા ના પાલન અનુસાર કાર્યકરે છે. આગામી પ્રદેશ પ્રમુખ વિષે તેમણે કહ્યું કે સંગઠન વર્ષમાં ચૂંટણી થશે, અલબત આગામી પ્રમુખ કોણ હશે તે હાલ કોઇ જાણતું નથી ચૂંટણીની તૈયારીઓ અંગે તેમણે કહ્યું કે ચૂંટણી અધિકારી સ્વસ્થ પરંપરા નિભાવશે ભાજપ પોતાની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિના નિર્દેશ અનુસાર રાજયમાં ચૂંઠણી લડશે. ટીકીટ વિતરણ અંગે તેમણે કહ્યું પેટાચૂંટણીઓમાં ભાજપ માટે હવામાન અનુકુળ છે.કોંગ્રેસના નેતાઓ પણ મને કહે છે કે તમે પેટાચૂંટણી માટે સારા ઉમેદવારો પસંદ કર્યા છે કે બાકી તો આખરી નિર્ણય જનતા જનાર્દને લેવાનો છે.અત્રે એ નોંધનીય છે કે ૧૩ નવેમ્બરે રાજસ્થાનની ૭ સીટો પર પેટા ચૂંટણી થવા જઇ રહી છે. રાજયની રામગઢ (અલવર) દોૈસા, ઝુંઝુનૂ, દેવલી- ઉનિયારા, બિંવસર, ચોૈરાસી અને સંલૂબર બેઠકો પર પેટાચૂંટણી થશે. ૨૦૨૩ ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને આ પૈકી ફકત ૧ જ બેઠક મળી હતી. જયારે કોંગ્રેસ પાસે ૪ બેઠક હતી. ઉપરાંત એક બેઠક બીએપી પાસે અને એક બેઠક આરએલપી પાસે હતી. પેટાચૂંટણી માટે ફોર્મ ભરાઇ ચુકયા છે. ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ ૩૦ ઓકટોબર છે. મતદાન ૧૩ નવેમ્બર ના રોજ થશે.
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
