News of Monday, 28th October 2024
વારી એનર્જીસનું 56 ટકાના જંગી પ્રીમિયમથી લિસ્ટીંગ : શેરનો ભાવ ઈન્ટ્રા-ડે હાઈ રૂપિયા 2,600 બોલાયો
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે ઈશ્યુ પ્રાઈઝ સામે 69.66 ટકા ઉછળી રૂપિયા 2,550 પર લિસ્ટીંગ થયું. ઈન્ટ્રા-ડેમાં 72.98 ટકા ઉછળી રૂપિયા 2,624 બોલાયો

મુંબઈ :સોલર પેનલની ઉત્પાદક કંપની વારી એનર્જીસ લિમિટેડના ઈક્વિટી શેરોનું આજે ભારતીય શેરબજારમાં તેના ઈશ્યુ પ્રાઈઝ રૂપિયા 1,503 સામે 56 ટકાના બમ્પર પ્રીમિયમ સાથે લિસ્ટીંગ થયું છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) ખાતે ઈશ્યુ પ્રાઈઝ સામે 69.66 ટકા ઉછળી રૂપિયા 2,550 પર લિસ્ટીંગ થયું હતું. ઈન્ટ્રા-ડેમાં 72.98 ટકા ઉછળી રૂપિયા 2,624 બોલાયો હતો, જોકે શેરનો ભાવ 55.47 ટકા વધી 2,336.80 બંધ રહ્યો હતો.
જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ખાતે શેરનો ભાવ રૂપિયા 66.33 ટકા ઉછળી 2,500 પર લિસ્ટેડ થયો હતો. જોકે બજાર કામકાજને અંતે ભાવ રૂપિયા 2,345 પર બંધ રહ્યો હતો. આ સાથે કંપનીનું બજાર મૂડીકરણ વધીને રૂપિયા 67,132.34 કરોડ રહ્યું છે.
વોલ્યુમની દ્રષ્ટિએ જોવામાં આવે તો BSE ખાતે 24.26 લાખ શેર અને NSE ખાતે 215.35 લાખ શેરનું કામકાજ થયું હતું.
દરમિયાન BSE સેન્સેક્સ 602.75 પોઇન્ટ એટલે કે 0.76 ટકા વધી 80,005.04 જ્યારે NSE નિફ્ટી 158.35 પોઇન્ટ અથવા 0.65 ટકા વધી 24,339.15 રહ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વારી એનર્જીસ લિમિટેડનું ભરણું 76.34 ગણુ ભરાયું હતું. કંપનીએ જાહેર ભરણા માટે શેરદીઠ રૂપિયા 1,427થી રૂપિયા 1,503 પ્રાઈઝ બેન્ડ નક્કી કરી હતી.
(10:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
