<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

પંજાબની 20 વર્ષની સુંદરી રેચલ ગુપ્તાએ ઇતિહાસ રચ્યો : મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ જીત્યો

રેચલ ગુપ્તા જલંધરની રહેવાસી:એક સફળ મોડલ હોવા સાથે એક ઉદ્યોગપતિ પણ છે.:તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે.તેના 1 મિલિયન ફેન્સ છે: જાણો રેચલ અંગે રસપ્રદ માહિતી .

મુંબઈ :ભારતીય સુંદરીએ ફરી એકવાર ફેશન જગતમાં ઈતિહાસ રચ્યો છે. પંજાબની દીકરી રેચલ ગુપ્તાએ મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલનો ખિતાબ જીતીને ઈતિહાસ બદલી નાખ્યો છે. 2013માં થાઈલેન્ડમાં શરૂ થયેલી આ સૌંદર્ય સ્પર્ધા અત્યાર સુધી કોઈ ભારતીય સુંદરી જીતી શકી નથી. પરંતુ વર્ષ 2024માં રેચલ ગુપ્તાએ આ ચમત્કાર કરી બતાવ્યો છે.

    મિસ ગ્રાન્ડ ઈન્ટરનેશનલ ટાઈટલમાં 70 દેશોની સુંદરીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધાના વિજેતાની જાહેરાત શુક્રવારે કરવામાં આવી હતી. આયોજકોએ રેચલ ગુપ્તા સંબંધિત એક વીડિયો પણ શેર કર્યો છે. જ્યાં રેચલ ગુપ્તા અને ભારતને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

    રેચલ ગુપ્તાને વર્ષ 2023ની વિજેતા લુસિયાના ફસ્ટર દ્વારા તાજ પહેરાવવામાં આવ્યો હતો. આ સૌંદર્ય સ્પર્ધા થાઈલેન્ડમાં યોજાઇ હતી. ફિલિપાઈન્સની બ્યુટી ક્રિસ્ટીન જુલિયન ઓપીઝા ફર્સ્ટ રનર અપ રહી છે. જ્યારે મ્યાનમારની સુંદરીએ બીજું સ્થાન મેળવ્યું છે

   20 વર્ષીય રેચલ ગુપ્તાએ આ પહેલા વર્ષ 2022માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. રેચલ ગુપ્તા જલંધરની રહેવાસી છે. એક સફળ મોડલ હોવા ઉપરાંત તે એક ઉદ્યોગપતિ પણ છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ છે. જ્યાં તેના 1 મિલિયન ફેન્સ છે.

(11:16 PM IST)