<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

26 નવેમ્બરે સંવિધાનના અંગીકારની ૭૫મી વર્ષગાંઠે અનેક કાર્યક્રમ: સંસદનું વિશેષ સંયુક્ત સત્ર બોલાવાશે

રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય સંવૈધાનિક અધિકારીઓની સાથે-સાથે સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ ભાગ લેશે.

નવીદિલ્હી: કેન્દ્ર સરકારે ભારતીય સંવિધાનનો અંગીકાર (૨૬ નવેમ્બર-૧૯૫૦ના રોજ) કર્યાની ૭૫મી વર્ષગાંઠને ધામધૂમથી ઉજવવાનો નિર્ણય કર્યો છે. આ ઉપલક્ષમાં ૨૬ નવેમ્બરે લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠક સંવિધાન સદનના કેન્દ્રીય કક્ષમાં મળશે, એવું સત્તાવાર વર્તુળો દ્વારા જાણવા મળે છે. તે ઉપરાંત સમગ્ર વર્ષ દરમિયાન રાજ્યોમાં થનાર સમારોહ અને કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે.

    કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતની અધ્યક્ષતામાં મંત્રીઓના એક સમૂહનો રચના કરવામાં આવી છે, તેમાં કેન્દ્ર સરકારમાં ગઠબંધન સહયોગિયોને સામેલ કરવામાં આવ્યા છે, જેઓ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરી રહ્યા છે. સરકાર આ પ્રસંગે ભારતીય સંવિધાન અને તેના સિદ્ધાંતો પર સ્કુલો અને કોલેજોમાં વ્યાપક રૂપે બેઠકો, સેમિનાર અને ચર્ચાઓ આયોજિત કરી આ અવસરને ઉજવવાની યોજના બનાવી રહ્યું છે.

આ કાર્યક્રમમાં રાજ્યોના મુખ્યમંત્રીઓ અને અન્ય સંવૈધાનિક અધિકારીઓની સાથે-સાથે સાંસદ અને કેન્દ્રીય મંત્રી પણ ભાગ લેશે.

(11:37 PM IST)