<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th October 2024

ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હશે તો, મશીન ફક્ત ૧ કલાકમાં બતાવી દેશે

ફ્લોરીપીસીઆર-૪ મશીન વિકસિત કર્યું :વાયરસ, બૈક્ટેરિયા, ફંગ્સની ઓળખ કરવામાં પણ સક્ષમ

લખનૌ: ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની ચોક્કસ તપાસ હવે વધુ સરળ બની જશે. એક મશીન વ્દારા તેની જાણકારી ફક્ત ૧ કલાકમાં જ જાણી શકાશે. ભારતીય વિષ વિજ્ઞાન અનુસંધાન સંસ્થા (આઈઆઈટીઆર) અને સેન્ટ્રલ ઇલેક્ટ્રૉનિક્સ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ (સીઈઈઆરઆઈ) પિલાની એ ફ્લોરીપીસીઆર-૪ મશીન વિકસિત કર્યું છે. હાલ તમામ પ્રકારની તપાસ અલગ અલગ મશીનો વ્દારા કરવામાં આવે છે. તેની મદદથી આઈઆઈટીઆર એ ખાદ્ય પદાર્થોમાં દરેક પ્રકારની ભેળસેળની તપાસનો પ્રયોગ કરે છે. તે વાયરસ, બૈક્ટેરિયા, ફંગ્સની ઓળખ કરવામાં પણ સક્ષમ છે. તેનાથી રોગોની ગાયગ્નોસિસ ઝડપી અને સરળ થઈ જશે. ડિવાઇસ સસ્તી હોવાથી દરેક વ્યક્તિ લગાવી શકશે. આઈઆઈટીઆર અને સીઈઈઆરઆઈ એ ટેક્નિકનું પેટર્ન કરાવી લીધું છે

(11:41 PM IST)