<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

દિવાળી પર્વના પ્રારંભે-ધનતેરસ પહેલા સોના-ચાંદીના ભાવમાં ઘટાડો : ર૪ કેરેટના રૂ.. ૮૦,૩૦૦ : રર કેરેટના ૧૦ ગ્રામના રૂ. ૭૩૪૦૦

દિવાળી સમયે હજુ વધુ માંગ વધશે : જુદી-જુદી જવેલર્સ પેઢી દ્વારા આકર્ષક ઓફર

મુંબઇ :  ધનતેરસ અને દિવાળીના તહેવારો દરમ્યાન સોનાની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. દિલ્હી-મુંબઇ-લખનૌ-જયપુર- કોલકતા અને નોઇડા જેવા મુખ્ય શહેરોમાં સોનાનાો આજનો ભાવ લગભગ ૭૩,૪૦૦/-  પ્રતિ દસ ગ્રામ રહ્યા છે. જયારે એક કિલો ચાંદીનો ભાવ લગભગ રૂ.. ૯૭,૯૦૦ બોલાઇ રહ્યો છે.

ભારતમાં સોનાની કિંમત કઇ રીતે નક્કી થાય છે ?

ભારતમાં સોનાની કિંમત નકકી કરનાર ઘણા પરિબળો છે જેમાં સિઝનલ માંગ, ભૂ. રાજકિય અસ્થિરતા અને સરકારી નીતિઓ મુખ્ય ભાગ ભજવે છે જુલાઇમાં સરકારે કસ્ટમ ડયુટીમાં ઘટાડો કર્યો હતો જેના પગલે સોનાના ભાગમાં લગભગ ૭ ટકા નો ઘટાડો નોંધાયો હતો. હવે તહેવારો અને લગ્નસરા ને કારણે સોના-ચાંદીની માંગમાં ફરીથી વૃધ્ધિ થઇ રહી છે. આ ઉપરાંત, પશ્ચિમ એશીયામાં તપાવને કારણે રોકાણકારો સોનાને સુરક્ષિણ રોકાણના સાધન તરીકે પણ જોવે છે. આ જ કારણથી હાલ સોનાની કિંમત ઉંચા સ્તર પર સોનાની શુધ્ધતાની પરખ આઇએસઓ દ્વારા સોનાની શુધ્ધતા પારખવા માટે હોલમાર્ક આપવામાં આવે છે. ર૪ કેરેટ સોનાના દાગીના પર૯૯૯, ર૩ કેરેટ પર ૯પ૮, રર કેરેટ પર ૯૧૬, ર૧ કેરેટ પર ૮૭પ અને ૧૮ કેરેટ પર ૭પ૦ લખેલું હોય છે. મોટા ભાગનું સોનું રર કેરેટમાં વેચાય છે અને અમુક લોકો ૧૮ કેરેટનો પણ ઉપયોગ કરે છે.

સોના-ચાંદીની કિંમત પર બજારનો પ્રભાવ

સામાન્ય રીતે સોના-ચાંદીની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં થઇ રહેલા પરિવર્તનો પર આધાર રાખે છે. જેમ જેમ ડોલર અને ફ્રુડતેલની કિંમત બદલાય તેમ તેમ સોના-ચાંદીની કિંમતમાં પણ ફેરફાર નોંધાય છે. સાથોસાથ તહેવારોની સિઝન અને લગ્નસરામાં પણ ભારતમાં તેની માંગ વધી જાય છે જેનાથી ભાવમાં તેજી જોવા મળે છે.

દિવાળી પર વેપારીઓને રેકોર્ડ-બ્રેક વેચાણની આશા

વેપારીઓને આ વર્ષે દિવાળી સિઝનમાં રેકોર્ડબ્રેક વેચાણની આશા છે. ધનતેરસ અને દિવાળી દરમ્યાન સોનું અને ચાંદીની માંગ માં પરંપરાગત રીતે ઉછાળો આવતો હોય છે. આ વર્ષે પણ ઝવેરી બજારમાં માંગમાં મોટો ઉછાળો જોવા મળે તેવી શકયતા છે. આ બાબત ધ્યાનમાં રાખીને જવેલર્સ દ્વારા ગ્રાહકોને આકર્ષિત કરવા માટે અલગ અલગ આકર્ષક ઓફર અને ડિસકાઉન્ટ આપવામાં આવી રહ્યાં છે.

આજે ર૮ ઓકટોબરના રોજ દેશના મુખ્ય શહેરોમાં સોના-ચાંદીના તાજા ભાવ ;

દિલ્હી :

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના ૮૦,૪પ૩/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના ૭૪,૬૦૦/-

ચાંદી : એક કિલોના ૧,૦૭,૬૦૦/-

મુંબઇ

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૯,૮૦૦/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૩,૧પ૦/-

ચાંદી : એક કિલોના  રૂ.. ૧,૦૭,૦૦૦/-

લખનૌ

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના રૂ.. ૮૦,૪૩૦/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૩,૭૪૦/-

ચાંદી : એક કિલોના  રૂ.. ૧,૦૭,૦૦૦

જયપુર

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના રૂ.. ૭૮,૩૭૦/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૪,૬૦૦/-

ચાંદી : એક કિલોના  રૂ.. ૧,૦૭,૦૦૦

કોલકતા

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના રૂ.. ૭૯,૮૦૦/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૬,પ૧પ/-

ચાંદી : એક કિલોના  રૂ.. ૧,૦૭,૦૦૦૦/-

નોઇડા

ર૪ કેરેટ સોનું : ૧૦ ગ્રામના રૂ.. ૭૯,૯પ૦/-

રર કેરેટ સોનું : ૧૦ ગ્રામના  રૂ.. ૭૩,૩૦૦/-

ચાંદી : એક કિલોના  રૂ.. ૧,૦૧,૯૦૦/-

સોના અને ચાંદીની કિંમતોમાં ફેરફાર ના કારણો : -

આંતરરાષ્ટ્રીય બજાર : કાચા તેલની કિંમતો , ડોલરના વીનીમય દર અને આંતરરાષ્ટ્રીય આર્થિક સ્થિતિનો પ્રભાવ

માંગ અને પુરવઠો : તેહવારોની સિઝન, લગ્નસરા અને કારણે માંગ માં વૃધ્ધિ.

સરકાર નીતિઓ : ટેકસમાં ફેરફાર, ઇમ્પોર્ટ ડયુટી અને અન્ય નીતિ વિષયક ફેરફારો, હાલમાં જ સરકાર દ્વારા કસ્ટમ ડયુટીમાં ઘટાડો કરવાને કારણે સોનાની કિંમતમાં ઘટાડો જણાયો હતો. હાલ તહેવારો અને લગ્નસરાને કારણે માંગમાં વૃધ્ધિ જોવા મળી રહી છે, જેની અસર કિંમત પર પડી રહી છે.

દિવાળીએ સોના અને ચાંદીની બજારમાં પ૦૦ થી ૧૦૦૦ કરોડ સુધીનો વેપાર થવાનું અનુમાન છે. માંગના આ ઉછાળાને ધ્યાનમાં રાખીને વેપારીઓ અગાઉથી જ મોટા પાયે સોના-ચાંદીના વિવિધ આભુષણો અને અન્ય ચીજો તૈયાર કરાવી રહ્યા છે. જેથી ગ્રાહકોની વધતી જતી જરૂ.રીયાતોને પુરી કરી શકાય.

(12:25 AM IST)