હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM

નવી દિલ્હી,તા. ૨૯: ફ્રેન્ડને સરપ્રાઇઝ આપવા માટે જન્મદિવસે મિત્રો કેકની સાથે કંઈક ને કંઈક અળવીતરી અને યાદગાર જેશ્ચર કરતા હોય છે. ક્યારેક કેકની અંદર તપેલી હોય તો કેક કપાય જ નહીં, તો ક્યારેક ફુગ્ગો હોય જેથી ફૂટે તો કેક બર્થ-ડે ગર્લ કે બોયના ચહેરા પર ફેલાઈ જાય. જોકે એક વિડિયો અપલોડ થયો છે એમાં કેકમાંથી સાવ અનપેક્ષિત ચીજ નીકળી. બર્થ-ડે ગર્લ કેક કાપવા માટે એના પરથી ‘હેપી બર્થ-ડે'લખેલો ટેગ ઊંચકે છે ત્યાં જ શરૂ થાય છે રહસ્ય. એ ટેગની નીચેથી એક પ્લાસ્ટિકની પટ્ટી જેવું નીકળે છે અને એ પારદર્શક પટ્ટીમાં ૫૦૦ રૂપિયાની નોટ એકદમ સાચવીને મૂકી છે.
એક પછી એક નોટ નીકળતી જાય છે અને બર્થ-ડે ગર્લનું આશ્ચર્ય અને એક્સાઇટમેન્ટ વધતું જાય છે. છેલ્લે ૫૦૦ રૂપિયાની પૂરી ૨૯ નોટ નીકળે છે. મતલબ કે લગભગ ૧૪,૫૦૦ રૂપિયા કેકમાંથી નીકળે છે. આ રકમ તેના દોસ્તોએ જ મૂકી હતી. એ પછી તેના દોસ્તોએ નોટોની માળા બનાવીને બર્થ-ડે ગર્લને પહેરાવે છે. કોઈકે આ વિડિયો જોઈને લખ્યું છે, ‘મારો આખા મહિનાનો પગાર એક કેકમાં.' તો વળી કોઈકે લખ્યું છે, ‘દોસ્તો, નેક્સ્ટ બર્થ-ડેમાં મને આવી જ કેક જોઈએ છે.' તો કોઈકે લખ્યું છે, ‘આ કેક નહીં, ATM છે.'
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચક્ષુદાન પ્રવૃતિને સંતોના આશિષ 10:33 AM