<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th October 2024

જો બાયડેને વ્‍હાઈટ હાઉસમાં છેલ્લી દિવાળી ઊજવીઃ અગ્રીમ ભારતીયોની હાજરીમાં ફર્સ્‍ટ લેડી સાથે દીપ પ્રગટાવ્‍યો

વોશિંગ્‍ટનઃ પ્રમુખ જો બાયડેને આજે સોમવારે વ્‍હાઈટ હાઉસમાં દીપોત્‍સવી ઉજવી. વ્‍હાઈટસ હાઉસમાં આ તેઓની છેલ્લી દિવાળી હતી. છેલ્લા કેટલાયે વર્ષોથી વ્‍હાઈટ હાઉસ દીપોત્‍સવી ઉજવાય છે. તે સર્વવિદિત છે. પ્રમુખ બાયડેને વ્‍હાઈટ હાઉસમાં બ્‍લ્‍યુ રૂમ, ફર્સ્‍ટ લેડી જિલ બાયડેનની સાથે દીપક પ્રકટાવ્‍યો ત્‍યારે અગ્રીમ ભારતવંશીઓ પણ ત્‍યાં ઉપસ્‍થિત હતા. તેઓએ આ પૂર્વે સુનિતા વિલિયમ્‍સને આ અંગે માહિતી મોકલી દીધી હતી. તેથી પ્રમુખ અને ફર્સ્‍ટ લેડી દીપ પ્રકટાવતા હતાં ત્‍યારે સુનિતા વિલિયમ્‍સ જેને સૌ પ્રેમથી ‘સની' કહે છે. તે પણ વિડીયો દ્વારા સ્‍પેસ-સ્‍ટેશનમાંથી જોડાયા હતાં. સુનિતા પાકા હિન્‍દુ છે. તે તેમની સાથે ઉપનિષદ અને ભગવદ્‌ ગીતા પણ સાથે લઈ ગયા છે. તે માત્ર વાંચતા જ નથી. તેઓએ તે જીવનમાં ઉતાર્યા છે, તેથી આટલી કઠોળ પરિસ્‍થિતિમાં પણ તેઓ સ્‍થિતપ્રજ્ઞા રહી શકયા છે.દીપોત્‍સવી નિમિત્તે વોશિંગ્‍ટનમાં દ. ભારતીય નૃત્‍ય નૂતન રજૂ કરાયું હતું. ઉપરાંત મરીન-કોર્પ્‍સે પણ સંગીત રેલાવ્‍યું હતું.બાયડેને દીપોત્‍સવી સમયે આપેલા સંદેશમાં કહ્યું હતું કે, આજે મેં અને નિકસે દીપ પ્રકટાવ્‍યા છે, તે આપણને ડહાપણ અને સમજદારીનો પ્રકાશ આપે છે. પ્રેમ અને એકતાનો પ્રકાશ, ધિક્કાર અને વિભાજનના અંધકારને દૂર કરે છે. આપણે આ ઉત્‍સવને ઉજવી પ્રકાશ અને શક્‍તિ પરસ્‍પરને સમાન રીતે વહેંચીએ.

(10:03 AM IST)