News of Tuesday, 29th October 2024
હિઝબુલ્લાહ ભીષણ યુદ્ધની તૈયારીમાં હતું :ઇઝરાયેલે લેબનોન સરહદ પાસે મળેલી ટનલનો વીડિયો જારી કર્યો
ઇઝરાયેલ પ્રમુખે કહ્યું - છુપાઈને યુદ્ધની તૈયારી કરવી અને ઈઝરાયલ પર હુમલો કરવો સરળ છે. અહીં હિઝબુલ્લાહ ચાર વર્ષથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેને નષ્ટ કરવી જરુરી

ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ ભીષણ યુદ્ધની તૈયારી કરી રહ્યું હતું. ઈઝરાયલ પ્રમુખે આ દાવો કર્યો હતો. સાથે જ તેમણે એક વીડિયો જારી કરતાં જણાવ્યું કે લેબનોન સીમાની પાસે હિઝબુલ્લાહ ટનલમાં હુમલાની તૈયારી કરી રહ્યું હતું.
ઈઝરાયલે એ ટનલ શોધી કાઢી છે જેનો ઉપયોગ હિઝબુલ્લાહ આતંકી હથિયારો છુપાવવા માટે કરી રહ્યું હતું. ઈઝરાયલી સેના પ્રમુખે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું કે અમને સીમાની પાસે એક મોટી ટનલ મળી છે. જેમાં બાથરુમ, શાવર, કિચર અને હથિયારો છે. એક એવો રુમ પણ છે જેમાં આખી મિલિટ્રી કંપનીને રાખી શકાય છે.
આ સાથે ઈઝરાયલ આ ટનલનો વીડિયો પણ જાહેર કર્યો છે. અને કહ્યું કે અહીંથી છુપાઈને યુદ્ધની તૈયારી કરવી અને ઈઝરાયલ પર હુમલો કરવો સરળ છે. અહીં હિઝબુલ્લાહ ચાર વર્ષથી યુદ્ધની તૈયારી કરી રહ્યું છે. તેને નષ્ટ કરવી જરુરી છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
