News of Tuesday, 29th October 2024
વ્હાઈટ હાઉસમાં દિવાળીની ઉજવણી:અંતરીક્ષમાંથી સુનિતા વિલિયમ્સ પણ જોડાઈ:આપ્યો દિવાળી સંદેશ
નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે અવકાશમાંથી જ રેકોર્ડ કરેલો વીડિયો સંદેશ મોકલ્યો

યુએસ પ્રમુખ જો બાઈડેને વ્હાઇટ હાઉસમાં દિવાળી કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ દરમિયાન ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં હાજર નાસાની અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સે અવકાશમાંથી જ રેકોર્ડ કરેલો વીડિયો સંદેશ મોકલ્યો હતો.
રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે મારા માટે એ સન્માનની વાત છે કે રાષ્ટ્રપતિ તરીકે મને વ્હાઇટ હાઉસમાં દિવાળીના કાર્યક્રમનું આયોજન કરવાની તક મળી. આ કાર્યક્રમમાં કોંગ્રેસના સાંસદ શ્રી થાનેદાર, યુએસ સર્જન જનરલ વાઈસ એડમિરલ વિવેક એચ. મૂર્તિ અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ફર્સ્ટ ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર ગીતા ગોપીનાથ સહિત ભારતીય મૂળના નાગરિકો સહિત 600 થી વધુ લોકોએ હાજરી આપી હતી.
વ્હાઇટ હાઉસમાં દિવાળીની ઉજવણીની પરંપરાને આગળ વધારતા રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે દક્ષિણ એશિયન અમેરિકન સમુદાયે અમેરિકન જીવનના દરેક ભાગને સમૃદ્ધ બનાવ્યો છે. મારા સ્ટાફના ઘણા અગ્રણી સભ્યો છે જેઓ વિવિધતામાં એકતાના ઉદાહરણ છે, જેમાંથી વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને ડૉ. મૂર્તિ ખાસ કરીને મુખ્ય છે. હવે વ્હાઇટ હાઉસમાં દિવાળી ગર્વભેર ઉજવાય છે.
સુનીતા વિલિયમ્સે પોતાના વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે આ વર્ષે મને પૃથ્વીથી 260 માઈલ દૂર ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પરથી દિવાળી મનાવવાનો અવસર મળ્યો છે. મારા પિતાએ અમને દિવાળી અને અન્ય ભારતીય તહેવારોની દરેક માહિતી આપીને અમારા મૂળ સાથે જોડાયેલા રાખ્યા છે. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ, અમારા અને અમારા સમુદાય સાથે દિવાળીની ઉજવણી કરવા બદલ તમારો આભાર અને અમારા સમુદાયના યોગદાનને મહત્વ આપવા બદલ તમારો આભાર.
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
